કડોદરામાં છેલ્લા એક વર્ષમાં બે અધિકારીઓ સસ્પેન્ડ થવા પાછળ જવાબદાર બુટલેગરો હજુ પણ પોલીસ ચોપડે વોન્ટેડ

HM News
2 Min Read

સુરત : સુરત જિલ્લાના કડોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બુટલેગરો બેફામ બન્યા છે સ્થાનિક સૂત્રોમાં ચાલતી ચર્ચા મુજબ વિવિધ એજન્સીમાં ફરજ બજાવતા કેટલા પોલીસ કર્મચારીના આશીર્વાદથી 20 થી 25 પેટીનું કાર્ટિંગ કરતા શનિ જેવા બુટલેગરો આજે ટ્રક ભરીને દારૂનું કાર્ટિંગ કરતા થઈ ગયા અને જેના પાપે સ્થાનિક અધિકારીઓ ઘર ભેગા થઈ રહ્યાં છે.

સુરત જિલ્લાનું કડોદરા પોલીસ સ્ટેશન ચર્ચામાં છે સૂત્રોના જણાવ્યા મુજબ સુરત જિલ્લાના મહત્વના પોલીસ સ્ટેશનમાં કડોદરાની ગણતરી કરી શકાય પણ આ પોલીસ સ્ટેશન સ્થાનિક અધિકારી માટે અપશુકનિયાળ સાબિત થઈ રહ્યું છે અહીં બુટલેગરો બેફામ છે પરિણામે કડોદરા પોલીસ સ્ટેશનમાં છેલ્લાં બે વર્ષેમાં બે પીઆઇ સસ્પેન્ડ થઇ ચુક્યા છે કેહવાય છે કે અહીં પરપ્રાંતિય વસ્તીને લઈ મોટા પ્રમાણમાં વિદેશી દારૂના પીઠા ધમધમે છે અહીં ગાંજો કે દેશી દારૂનું વેચાણ ધૂમ થાય છે સાથે સાથે ઔધોગિક એકમોને લઈ એક મોટી આવક છે પરિણામ આ પોલીસ સ્ટેશનમાં પોસ્ટીંગ મેળવા લાઈન લાગતી હોય છે પરંતુ છેલ્લા બે વર્ષેમાં બે અધિકારીઓ સસ્પેન્ડ થયા તેની પાછળ આવિસ્તારના બુટલેગરો જવાબદાર છે કડોદરામાં શનિ અને શભું પોલીસ માટે સસ્પેન્ડ થવાનું કારણ બની રહ્યા છે મહત્વની બાબત એ છે કે અધિકારી સસ્પેન્ડ થયા અને હાજર થયા પણ હજુ સુધી આવા બુટલેગરોની ધરપકડ નથી થઈ શનિ અને શભુ આજે પણ બિન્દાસ્ત ફરે છે એની પાછળ કોણ જવાબદાર એ ચર્ચાનો વિષય બન્યો છે.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *