– હિંદુવિરોધી દ્રશ્યોને લઈને વિવાદમાં આવેલી ફિલ્મ પીકેના થતા બહિષ્કાર પર બોલતા આમિર ખાને આ વાત કહી હતી.
બૉલીવુડ અભિનેતા આમિર ખાનની નવી ફિલ્મ ‘લાલ સિંઘ ચઢ્ઢા’ રિલીઝ પહેલાં જ વિવાદમાં આવી ગઈ છે.લોકો સોશિયલ મીડિયા સતત પર આ ફિલ્મનો બહિષ્કાર કરવાની વાત કરી રહ્યા છે.અભિનેતાઓના અગાઉના વિવાદાસ્પદ નિવેદનોના વિડીયો સોશિયલ મીડિયા પર શૅર કરવામાં આવી રહ્યા છે.જેની વચ્ચે ફિલ્મમાં લીડ રોલ કરનાર અભિનેતા આમિર ખાનનો એક નવો વિડીયો સામે આવ્યો છે જેમાં તેઓ કહે છે કે જો લોકોને ફિલ્મ પસંદ ન હોય તો તેમણે ન જોવી જોઈએ.
“If you don't like don't watch it” Aamir Khan said it during PK, So we won’t see now Lal singh Chaddha because we didn’t like Pk.#BoycottLalSinghChaddha pic.twitter.com/LuOPOu3L3p
— Amit Kumar Sindhi (@AMIT_GUJJU) August 4, 2022
આ વિડીયો 7 વર્ષ જૂનો છે. જ્યારે આમિર ખાનની ફિલ્મ ‘PK’ રિલીઝ થઇ હતી.આ ફિલ્મ પણ હિંદુવિરોધી દ્રશ્યોને લઈને વિવાદમાં આવી હતી.ત્યારે સોશિયલ મીડિયા પર તેનો બહિષ્કાર કરવાની માંગ ઉઠી હતી.દરમ્યાન એક મીડિયાને ઇન્ટરવ્યૂ આપતાં આમિર ખાને કહ્યું હતું કે, જો કોઈને ફિલ્મ પસંદ ન હોય તો તેણે જોવી નહીં જોઈએ.હવે લોકો આ વિડીયો શૅર કરીને કહી રહ્યા છે કે તેમને ‘લાલ સિંઘ ચઢ્ઢા’ પસંદ નથી,જેથી તેઓ ફિલ્મ જોશે નહીં.
ZOOM સાથેની વાતચીતમાં આમિર ખાને ફિલ્મના થતા બહિષ્કાર અંગે કહ્યું હતું કે, મને લાગે છે કે આ એક લોકશાહી છે અને દરેક વ્યક્તિને પોતાના વિચાર રજૂ કરવાનો અધિકાર છે.તો કોઈને ફિલ્મ પસંદ ન આવે તો ન જોવી જોઈએ.આમિર ખાનનો આ વિડીયો ફરી સોશિયલ મીડિયા પર ફરતો થયો છે.ઉલ્લેખનીય છે કે ફિલ્મની અભિનેત્રી કરીના કપૂરે પણ અગાઉ આ જ પ્રકારનું નિવેદન આપ્યું હતું.તેણે કહ્યું હતું કે, જો તમને ફિલ્મ પસંદ ન હોય તો જોવી ન જોઈએ. પત્રકાર બરખા દત્તને આપેલા ઇન્ટરવ્યૂમાં કરીનાએ કહ્યું હતું કે, તમે જઈ રહ્યા છો ને ફિલ્મ જોવા? ન જાવ.તમને કોઈ દબાણ નથી કરી રહ્યું.મને આ આખી ચર્ચા જ વ્યર્થ લાગે છે.લાલ સિંઘ ચઢ્ઢાની રિલીઝ અગાઉ કરીનાનો આ વિડીયો પણ શૅર થઇ રહ્યો છે.
આમિર ખાન અને કરીના કપૂર સ્ટારર ફિલ્મ લાલ સિંઘ ચઢ્ઢા આગામી અઠવાડિયે દેશભરના થીએટરોમાં રિલીઝ થઇ રહી છે.જોકે, અભિનેતાઓની ભૂતકાળની કરતૂતને જોતાં લોકોએ બહિષ્કાર શરૂ કરી દીધો છે.જે બાદ આમિર ખાને ડેમેજ કન્ટ્રોલ કરવાના અને ઈમોશનલ કાર્ડ રમી જોવાના પ્રયત્નો કર્યા છે.તેમજ તેમણે બહિષ્કાર ન કરવાની પણ અપીલ કરી છે.પરંતુ લોકો માનવાના મૂડમાં નથી.
https://twitter.com/Sheeba_999/status/1555116590877720576?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1555116590877720576%7Ctwgr%5E6f027294d00375dcc0fd60a3d8a6f393f99357f7%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fpublish.twitter.com%2F%3Fquery%3Dhttps3A2F2Ftwitter.com2FSheeba_9992Fstatus2F1555116590877720576widget%3DTweet
બીજી તરફ કરીના કપૂર ખાન હજુ પણ નમતું મૂકવાના મૂડમાં નથી.એક ઇન્ટરવ્યૂમાં કરીનાએ કહ્યું હતું કે, કેટલીક બાબતોને અવગણી નાંખવી પડે છે અને તે આવી બાબતોને ગંભીરતાથી નથી લેતી.કરીનાએ કહ્યું હતું કે, જો ફિલ્મ સારી હશે તો ચાલશે જ.