અમદાવાદ : બુધવાર : કાલુપુર રેલવે સ્ટેશને મુસાફરોના કિંમતી માલ સામાનની ચોરીના બનાવો દિન પ્રદિન વધી રહ્યા છે.અમદાવાદની મહિલા ટ્રેનમાં બેસીને જતી હતી ત્યારે તેમની બેગમાંથી બે તોલા સોનાના દાગી અને ૨૦,૦૦૦ની રોકડની ચોરી થઇ હતી.મહિલાએ બે મહિને પરત આવીને કાલુપુર રેલવે સ્ટશન પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નાંેધાવી છે.
આ કેસની વિગત એવી છે કે અમદાવાદમાં ઓઢવ આદિનાથનગર ખાતે અરિહંતબાગમાં રહેતા વિણાબહેન રવિરાજ વાસીએ કાલુપુર રેલવે સ્ટેશન પોલીસ સ્ટેશનમાં અજાણી વ્યક્તિ સામે ચોરીની ફરિયાદ નોંધાવી છે કે મહિલા તા.૨૭ એપ્રિલના રોજ કાલુપુર રેલવે સ્ટેશનથી બાન્દ્રા ચંદીગઢ એક્ષપ્રેસ ટ્રેનમાં બેસીને કુરુક્ષેત્ર ખાતે જઇ રહ્યા હતા આ સમયે ટ્રેનમાં સીટ નીચે બેગ મૂકી હતી આ બેગની ચેઇન ખોલીને અજાણી વ્યક્તિ બેગમાંથી બે તોલા સોનાના દાગીના તથા રોકડા રૃા.૨૦,૦૦૦ તથા બેન્કની પાસ બુક સહિત જરુરી દસ્તાવેજોની ચોરી કરીને જતો રહ્યો હતો.મહિલા બે મહિને અમદાવાદ ાવીને ફરિયાદ નોંધાવી છે.
ઉલ્લેખનીય છે કે અમદાવાદ મેમનગરમાં જાધવનગર ખાતે રાજુભાઇ પટેલ ૨૬ મે ૨૦૨૨ના રોજ અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશનથી ગોરખપુર એક્સ પ્રેસ ટ્રેનમાં બેસીને જઇ રહ્યા હતા આ સમયે ચાલું ટ્રેનમાં કોઇક અજાણી વ્યકિતએ ૩૦ મીનીટમાં જ તેમની પાસેથી રૃા.૮,૦૦૦ના મુદ્દામાલની ચોરી કરી હતી.


