કેમેન આઈલેન્ડ્સ ખાતેથી ભારતમાં FDI ત્રણ ગણું વધીને $3.7 અબજ

HM News
2 Min Read

– સાઈપ્રસમાંથી પણ એફડીઆઈ ત્રણ ગણું થયું

નવી દિલ્હી : કેમેન આઈલેન્ડ્સ ખાતેથી ભારતમાં વર્ષ 2019-20માં વિદેશી સીધું રોકાણ (FDI) ત્રણ ગણું ઉછળીને 3.7 અબજ ડોલર થયું હતું. ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઈન્ડસ્ટ્રી એન્ડ ઈન્ટરનલ ટ્રેડ (DPIIT)એ આ આંકડા જાહેર કર્યા હતા.વર્ષ 2018-19માં ભારતમાં કેમેન આઈલેન્ડ્સમાંથી 1 અબજ ડોલરનું એફડીઆઈ આવ્યું હતું અને 2017-18માં 1.23 અબજ ડોલરનું એફડીઆઈ આવ્યું હતું. કેમેન આઈલેન્ડ્સ એ બ્રિટિશ ઓવરસીસ ટેરિટરી છે.આ ઉપરાંત સાઈપ્રસમાંથી પણ ભારતમાં 2019-20માં એફડીઆઈ ત્રણ ગણું વધીને 87.9 કરોડ ડોલર થયું હતું. 2018-29માં ત્યાંથી 29.6 કરોડ ડોલરનું અને 2017-18માં 41.7 કરોડ ડોલરનું FDI આવ્યું હતું.

નિષ્ણાતોના મતે કેમેન આઈલેન્ડ્સ રોકાણકારો માટે ભારતમાં રોકાણ માટેનો પસંદગીનો વિકલ્પ બની ગયું છે કારણ કે ત્યાં ટેક્સનો સીધો ખર્ચ ભોગવવો પડતો નથી. તે ટેક્સ હેવન બની ગયું છે.એટલે જ બ્રિટન,ફ્રાન્સ અને જર્મની જેવા દેશો પણ કેમેન આઈલેન્ડના રૂટથી રોકાણ કરી રહ્યા છે. બીજી તરફ ભારત હોટ ઈન્વેસ્ટમેન્ટ ડેસ્ટિનેશન તરીકે ઊભરી રહ્યું છે.

જોકે આ સાથે જ આ પ્રકારે રોકાણમાં ઝડપી વૃદ્ધિથી ભારતીય રેગ્યૂલેટર્સની ચિંતા પણ વધી છે.વળી,ટેક્સ હેવન દેશોમાંથી થતાં રોકાણ દ્વારા મની લોન્ડરિંગનું જોખમ પણ રહેતું હોય છે.તેને કારણે પણ ચિંતા વધે તે સ્વાભાવિક છે.આગામી દિવસોમાં સરકાર આ પ્રકારે આવતા રોકાણ અંગે સ્ક્રૂટિની વધારે તેવી શક્યતા છે. સાઈપ્રસમાંથી થતા રોકાણ પર પણ સમગ્ર યુરોપમાં સૌથી ઓછો ટેક્સ લાગુ થાય છે.

ભારતમાં રોકાણ મામલે સિંગાપોર ગયા વર્ષે ટોચ પર રહ્યું હતું.બીજા ક્રમે મોરેશિયસ અને ત્યાર પછીના ક્રમે નેધરલેન્ડ્સ અને પછી અમેરિકા રહ્યું હતું. 2019-20માં ભારતમાં એફડીઆઈ 13 ટકા વધીને 50 અબજ ડોલર રહ્યું હતું.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *