કોસંબા : સુરત જિલ્લાના માંગોરોલ તાલુકાનાં કોસંબા પોલીસ પોલીસ કોન્સ્ટેબલ ડીજે માં વિદેશી દારૂનો જથ્થો નેશનલ હાઇવે નંબર 48 ઉપર અમદાવાદથી મુંબઈ તરફ જતા હાઈવે ઉપર જઈ રહ્યો છે ત્યારે કોસંબા પોલીસે બાતમીના આધારે હાઈવે બ્રિજ ખાતે નાકાબંધી કરી બાતમી વાળી ગાડી ને ઝડપી પાડી તો 3 જણાની ધરપકડ કરી 32900 નો દારૂ ઝડપી પાડયો હતો.
પોલીસ સ્ટેશનમાં હાલ પ્રોબેશન ડીવાયએસપી એમ રાજપુત પી.આઈ વર્તુળની સૂચનાથી કોસંબા પોલીસ સ્ટેશનનો સ્ટાફ હિમાંશુભાઈ રશ્મિકાંત એમ જ હરેશભાઈને સંયુક્ત રીતે મળેલી બાતમીના આધારે પોલીસે કોસંબા રેલવે ઓવરબ્રિજ નેશનલ હાઇવે નંબર 48 ઉપર નાકાબંધી કરી હતી.ગાડી નંબર gj 05 cl 3700 કોસંબા પોલીસે તપાસ કરતા તેની અંદરથી પોલીસને ૩૨900 હજારની કિંમતનો કીમતી દારૂની 20 બોટલો મળી આવી હતી.પોલીસે દારૂ સાથે સાગર અશોક સેમ રહેવાસી વૃંદાવન રેસીડેન્સી પાંડેસરા સુરત મૂળનિવાસી રાજસ્થાન કમલેશ અશોક સેન પાંડેસરા સુરત રાજસ્થાન તેમજ તેજમલ રામચંદ્ર ચંદેલ રહેવાસી રાજસ્થાન હાલ રહેવાસી પાંડેસરા સુરતની ધરપકડ કરી હતી.જ્યારે દારૂની બોટલની ખરીદી કરી વેચાણથી લેનાર વલસાડના અમિત ભંડારીને વોન્ટેડ જાહેર કરી 32900ની કિંમતની 20 વિદેશી દારૂની બોટલો કબ્જે લીધી હતી.20 હજાર માં મોબાઈલ ઇન્ડિકા કાર 2 લાખ ફૂલ 278450 નો મુદ્દમાલ કબ્જે કરી કાર્યવાહી કરી છે.


