– કોરોનાને કારણે માગ ઘટતા ક્રૂડ ઓઈલના ભાવમાં ઐતિહાસિક કડાકો બોલાયો
નવી દિલ્હી,
34 વર્ષ બાદ પ્રથમ વખત ક્રૂડ ઓઈલના ભાવ 0 એટલે કે શૂન્ય કરતા પણ નીચે ગયા છે. અમેરિકાના બેંચમાર્ક ક્રૂડ વેસ્ટ ટેક્સાસ ઈન્ટરમીડિએટ (WTI)ની કિંમતોમાં ઈતિહાસનો સૌથી મોટો કડાકો બોલાયો છે.કોરોના વાયરસના પ્રકોપને કારણે અમેરિકામાં ક્રૂડ ઓઈલની માગમાં થયેલી ઘટાડાને કારણે WTI -$3.70 પ્રતિ બેરલના નીચલા સ્તરે પહોંચી ગયું હતું.
ભારતની નિર્ભરતા બ્રેંટ ક્રૂડની સપ્લાઈ પર છે નહીં કે WTI પર. બ્રેંટનો ભાવ હાલ 20 ડોલર છે. ઘટાડો માત્ર WTIના મેના વાયદામાં જોવા મળ્યો છે જૂન વાયદાનો ભાવ હજુ સુધી 20 ડોલર પ્રતિ બેરલ છે.ભારત પર અમેરિકાના ક્રૂડના નેગેટિવ થવાને કારણે કોઈ ખાસ અસર થશે નહીં.
ભારત ક્રૂડ ઓઈલનો મોટો આયાતકાર છે.જેને કારણે જો ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો થાય છે તો તેનાથી ભારતને ફાયદો થાય છે.ક્રૂડ ઓઈલના ભાવના ઘટાડાથી આયાતમાં ઘટાડો થતો નથી પરંતુ ભારતમાં બેલેન્સ ઓફ ટ્રેડમા પણ ઘટાડો થાય છે.રૂપિયાને ફાયદો થાય છે,ડોલરની સરખામણીમાં રૂપિયો વધારે મજબૂત થાય છે અને મોંઘવારી કાબૂમાં આવે છે.
ક્રૂડ ઓઈલના ભાવમાં જ્યારે એક ડોલરનો પણ ઘટાડો થાય છે તો ભારતના આયાત બિલમાં લગભગ 29,000 કરોડ ડોલરનો ઘટાડો થાય છે.એટલે કે 10 ડોલરના ઘટાડો થવાથી 2 લાખ 90 હજાર ડોલરની બચત.સરકારની બચત થશે તો તેની અસર પેટ્રોલ-ડીઝલ અને અન્ય ફ્યૂલના ભાવ પર પણ પડશે.
રિટેલ ભાવ પર શું અસર થશે?
ક્રૂડ ઓઈલના ભાવમાં કડાકો બોલાય છે તો પેટ્રોલિયમ પ્રોડક્ટમાં ભાવમાં પણ ઘટાડો જોવા મળે છે.એટલે કે પેટ્રોલ અને ડીઝલનીં કિંમતમાં ઘટાડો થાય છે.ક્રૂડ ઓઈલના ભાવમાં એક ડોલરના ધટાડાથી પેટ્રોલિયમ પ્રોડક્ટના ભાવમાં 50 પૈસાનો ઘટાડો