નવીદિલ્હી, તા.12 : ખેડૂત આંદોલનને લઈને કેન્દ્રીય રેલવે મંત્રી પિયુષ ગોયલે કહ્યું કે હવે આ આંદોલન મોટાભાગના ડાબેરીઓ અને માઓવાદીઓના હાથમાં ચાલ્યું ગયું છે.આ ડાબેરી પક્ષો પોતાનો એજન્ડા ચલાવવા માંગે છે.ગોયલે ખેડૂતોને અપીલ કરી કે તેઓ આ લોકોની ઉશ્કેરણીમાં ન ફસાઈ જાય અને સરકાર સાથે વાતચીત કરવાનું ચાલું રાખે. ખેડૂતો માટે સરકારના દરવાજા ખુલ્લા છે અને સરકાર દરેક મુદ્દે ચર્ચા કરવા માટે તૈયાર જ છે.
ગોયલે કહ્યું કે ડાબેરીઓ ખેડૂતોને ભડકાવી રહ્યા છે.ગોયલે એ સવાલનો જવાબ આપતાં કહ્યું કે શું સરકાર ત્રણેય કૃષિ કાયદા પરત લેશે જેની માંગણી ખેડૂતો કરી રહ્યા છે ? ગોયલે સ્પષ્ટ કહ્યું કે આ બિલથી દેશના તમામ ખેડૂતોને અત્યંત ફાયદો થવાનો છે. થોડા એવા લોકોમ ાટે આખા દેશના ખેડૂતોના ફાયદાને નુક્સાન પહોંચાડવામાં આવશે નહીં.ખેડૂત બિલના કોઈ પણ મુદ્દે જો તેઓ ચર્ચા કરવા માંગે છે તો સરકાર પાસે આવીને વાતચીત કરે.સરકાર આ માટે તૈયાર છે. જ્યાં સુધી એમએસપીનો સવાલ છે તો લોકસભાથી લઈને સરકાર તરફથી ખેડૂતોને સંપૂર્ણ આશ્ર્વાસન આપવામાં આવ્યું છે કે તેને પરત લેવામાં નહીં આવે અને કાયદો અમલી જ રહેશે.
આ વખતે 23 ટકા વધુ ખેડૂતોનું અનાજ ખરીદવામાં આવ્યું છે.ગોયલે કહ્યું કે મને આશા છે કે ખેડૂતો દેશહિતમાં આ કાયદાને સમજશે.આનાથી તમામ પ્રકારની પાબંદીઓમાંથી આઝાદી મળશે.જો તેના પાકનો ભાવ ક્યાંય પણ વધુ મળી રહ્યો છે તો તેઓ ત્યાં જઈને વેચી શકશે.