By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: ગુજરાત ભાજપે સફળતાપૂર્વક અને ગુપ્તતાથી પાર પાડ્યું ઓપરેશન કમલ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Surat > ગુજરાત ભાજપે સફળતાપૂર્વક અને ગુપ્તતાથી પાર પાડ્યું ઓપરેશન કમલ
GeneralSurat

ગુજરાત ભાજપે સફળતાપૂર્વક અને ગુપ્તતાથી પાર પાડ્યું ઓપરેશન કમલ

HM News
Last updated: 23/06/2022 9:19 AM
HM News
3 years ago
Share
SHARE

– સોમવારે મોડી રાત્રે મહારાષ્ટ્ર સરકારના 11 ધારાસભ્યોની સુરત એન્ટ્રી, મંગળવારે મોડી રાત્રે 41 ધારાસભ્યોની એક્ઝિટ

સુરત,તા.22 જુન 2022,બુધવાર : ગુજરાતના પડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં બિન ભાજપી સરકારને ઘર ભેગી કરવા માટે ગુજરાત ભાજપ દ્વારા ઓપરેશન કમળ ઘણી જ ગુપ્તતાથી અને સફળતા પુર્વક પાર પાડવામાં આવ્યું હતું.સોમવારે મોડી રાત્રે સરકારથી નારાજ થયેલા બળવાખોર મંત્રી સહિત 11 ધારાસભ્યો સુરત આવી પહોંચ્યા હતા.ત્યારબાદ તબક્કાવાર શિવસેના અને અપક્ષ ધારાસભ્યો સુરત આવવાનું શરૂ થયું હતું.મંગળવારે રાત્રે મહારાષ્ટ્ર સરકારના ધારાસભ્યોને એર લિફ્ટ કરી ગૌહાટી લઈ જવાયા ત્યારે આ ધારાસભ્ય ની સંખ્યા 41 થઈ ગઈ હતી તે શિવસેના સરકાર તોડવા માટે પુરતી છે.મહારાષ્ટ્ર વિધાન પરિષદની ચૂંટણી બાદ મહારાષ્ટ્ર સરકારના એક મંત્રી સહિત 11 ધારાસભ્યો સંપર્ક વિહોણા થયા હતા.મહારાષ્ટ્ર સરકાર અને મુખ્યમંત્રી વિચારે તે પહેલાં જ પ્લાન મુજબ મંત્રી સહિતના ધારાસભ્યો સુરત ડુમસ રોડની ફાઈવ સ્ટાર હોટલમાં મોડી રાત્રે આવી ગયા હતા.વહેલી સવારે ભાજપના મોટા નેતાઓ હોટલમાં આ બળવાખોર ધારાસભ્યો સાથે મુલાકાત કર્યા બાદ ગાંધીનગર ઉપડી ગયા હતા.

મંગળવારે વહેલી સવારથી મોડી રાત સુધી સુરતની ફાઈવ સ્ટાર હોટલમાં મહારાષ્ટ્રના રાજકારણનો હાઇવોલ્ટેજ ડ્રામા થયો હતો.સોમવારે રાત્રે મંત્રી સહિત 11 ધારાસભ્યો હતા પરંતુ તબક્કાવાર હવાઈ માર્ગ અને જમીન માર્ગે અન્ય ધારાસભ્યો સુરતની ફાઈવ સ્ટાર હોટલમાં આવવાનું શરૂ થયું હતું.મોડી રાત્રી સુધીમાં તો શિવ સેનાના 36 અને અપક્ષ સાત ધારાસભ્ય મળીને સુરતની હોટલમાં મહારાષ્ટ્ર સરકારના કુલ 41 ધારાસભ્યો થઈ ગયા હતા.સોમવારે મોડી રાત્રે સુરતની હોટલમાં 11 ધારાસભ્યોની એન્ટ્રી થઈ હતી પરંતુ જ્યારે હોટલમાંથી એરપોર્ટ પર 41 ધારાસભ્યોની એક્ઝિટ થઈ હતી.

ગુજરાતમાં બોગસ બિલિંગને અટકાવવા માટે ઇન્કમટેક્સ વિભાગની કડક કાર્યવાહી
દેશમાં પાછું આવશે લોકડાઉન ? મોદીએ ગૃહ મંત્રાલયને કર્યો આ આદેશ, ગાઈડલાઈનમાં પણ સુધારો થશે
કામરેજ તાલુકા પંચાયતની ગ્રાન્ટ ફાળવણીમાં અન્યાય થયાના આક્ષેપ સાથે આપના સભ્યોના ત્રીજા દિવસે ઉપવાસ યથાવત
પૂરમાં ફસાયેલા લોકોએ રેસ્ક્યુ ટીમને જોઈને લીધા રાહતના શ્વાસ
દિલ્હી હિંસા : HCમાં પોલીસે કહ્યુ-ભડકાઉ ભાષણ આપનારા વિરુદ્ધ કેસ દાખલ કરવાનો આ યોગ્ય સમય નથી
Share This Article
Facebook Email Print
Previous Article સરદારનગરમાં નશામાં ચૂર શખ્સ દ્વારા મહિલાને બાથ ભીડી લાજ લેવાની કોશિષ
Next Article શિવસેનાના બળવાખોર શિંદે જૂથ સાથે CR પાટીલના નજીકના વિશ્વાસુ પદાધિકારી-કોર્પોરેટરો અને હોદ્દેદારોએ હોટલમાં ધામા નાખ્યા હતા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up