– તાલુકા પંચાયત કચેરી ખાતે વેપારીઓ અને સરપંચો સાથે યોજાયેલ બેઠકમાં આગામી ૪-મે સુધી લોકડાઉન લાદવાનો નિર્ણય કરાયો.
ચીખલી : ચીખલી તાલુકામાં સતત વધી રહેલા કોરોનાના સંક્રમણને અટકાવવા આધિકારીઓની એક બેથક ચીખલી તાલુકા પંચાયત કચેરી ખાતે મળી હતી.જેમાં ટીડીઓ હિરેન ચૌહાણ,તાલુકા પંચાયત પ્રમુખ કલ્પનાબેન ગાવીત,તાલુકા ભાજપ પ્રમુખ મયંકભાઈ પટેલ,મહામંત્રી સમીર પટેલ સહિત સમરોલી,ખૂંધ,થાલાના સરપંચ અને વેપારીઓની ઉપસ્થિતિમાં યોજાયેલ બેઠકમાં એક સપ્તાહ માટે ચીખલીમાં સ્વૈચ્છીક લોકડાઉનની જાહેરાત કરવામાં આવી હતી.જેમાં તા.૨૮/૦૪/૨૦૨૧ થી ૪/૫/૨૦૨૧ સુધી એટલે એક સપ્તાહ માટે લોકડાઉનનો નિર્ણય કરાયો હતો.જેમાં આવશ્યક ચીજવસ્તુઓ દુકાન બપોરે ૨-વાગ્યા સુધી ચાલુ રહેશે.અને તે સિવાયની તમામ દુકાનો બંધ રખાવાનો નિર્ણય કરાયો હતો.
જોકે લોકડાઉન દરમ્યાન દૂધ,મેડિકલ તેમજ આવશ્યક ચીજ વસ્તુની ખરીદી કરવા માટે બપોરના ૨ વાગ્યા સુધીનો સમય તંત્ર દ્વારા નિર્ધારિત કરાયો છે.ત્યારે આ સમય દરમ્યાન પોલીસ દ્વારા લોકોને હેરાનગતિ કરવામાં નહિ આવે તેની કાળજી ચીખલીના પોલીસ અધિકારીઓ પણ દાખવે એ પણ એટલું જ જરૂરી છે.બપોરે ૨-વાગ્યા બાદ કારણ વગર બહાર નીકળતા લોકો સામે પોલીસ કેવું વલણ અપનાવે તે જોવું રહ્યું.હાલમાં પોલીસની બેવડી નીતિના કારણે દવા કે આવશ્યક ચીજવસ્તુની ખરીદી કરવા આવતા નિર્દોષ લોકોને પણ દંડ ફટકારીને ઉચ્ચ અધિકારીને લાડકા થવાની નીતિ અપનાવી રહ્યા છે.જે એક સપ્તાહના લોકડાઉન દરમ્યાન પોલીસ ન કરે એ પણ એટલું જ જરૂરી છે.આજરોજ મળેલ મિટિંગમાં એક સપ્તાહનું લોલડાઉન ચીખલીમાં જાહેર કરવામાં આવ્યું છે.ત્યારે ઉપરોક્ત મિટિંગમાં મોટાગજાના ગણાતા અનાજ કરીયાણાના વેપારી,કાપડના વેપારી એમજ અન્ય વેપારીઓને પણ આ લોકડાઉન અંગે યોજાયેલ મિટિંગ બાબતે અજાણ હોય ત્યારે ચીખલીમાં જાહેર કરવામાં આવેલા એક સપ્તાહનું લોકડાઉન કેટલું અને કેવું સફળ થાય છે.તેવી ચર્ચા વેપારીઓમાં જ જોર પકડ્યું છે.


