અમદાવાદ : અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે સ્વીટી પટેલ કેસનો ભેદ ઉકેલ્યા બાદ મોટી બહેનની હત્યાના ગુનામાં નાના ભાઇએ બનેવી અને તેણા મિત્ર સામે ફરિયાદ નોંધાવી હતી.સ્વીટી મર્ડર કેસમાં અમદાવાદ ક્રાઇમે હત્યારા પતિ અજય દેસાઇ અને કિરીટસિંહ જાડેજાની રવિવારે સાંજે 6:15 કલાકે ધરપકડ કરી હતી.અજય અને કિરીટના રિમાન્ડ મેળવવા માટે પોલીસે બંનેને આજે કરજણ કોર્ટમાં રજુ કરશે.હવે આ ગુનાની આગળની તપાસ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના ડી.બી.બારડને સોંપાઈ છે.
બીજી તરફ સુત્રો પાસે જાણવા મળ્યું હતું કે, અમદાવાદ ક્રાઇમની ટીમે સિવિલ હોસ્પિટલમાં અટાલીથી મળેલા માનવ હાંડાકાનું ફરી પોસ્ટ મોર્ટમ કરાવ્યું હતું.ખોપરી,ડાબા-જમણા પગના હાડકાંના ૧૭ જેટલાં ટુકાડાનું પીએમ સાત કલાક થયું હતું.જોકે હાડકાં પુરુષ કે સ્ત્રીના ? તેના સહિત પ્રોલિગ્રાફ, SDS અને DNA રિપોર્ટ પેન્ડિંગ છે.જીપ કમ્પાસ કાર અને કરજણના મકાનમાંથી પોલીસે ઓસીકા કબ્જે લીધાં છે.બાથરૂમના સિન્કમાંથી મળેલા લોહી નમૂના અંગે પણ હજુ સુધી કોઇ ખુલાસો થયો નથી.કિરીટ સરન્ડર થતાં અજય પણ ભાંગી પડયો હતો.ગઈકાલે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં મૃતક સ્વીટીના ભાઇ જયદિપ અને ભવદિપને બોલાવાયાં હતાં.પોલીસે બંને ભાઇઓને બનેવી અજય પાસે બેસાડયા હતાં. 49 દિવસથી પોલીસને ગેરમાર્ગે દોરનાર અજયે ગાયકવાડ હવેલીમાં બંને સાળાને બહેન સ્વીટીના મર્ડરનો સિલસિલો કહયો હતો.ઉલ્લેખનીય છે કે, અજય અને કિરીટ સામે કરજણમાં રવિવારે મોડીરાતે 1:35 કલાકે IPC 302, 201, 114 મુજબ ગુનો નોંધાયો હતો.