કરાચી, તા. 16 માર્ચ 2022, બુધવાર : પાકિસ્તાનના ભૂતપૂર્વ પેસ લિજેન્ડ શોએબ અખ્તરે ક્રિકેટ વિશ્લેષણમાંથી થોડો સમય કાઢીને મીમ્સ અંગે વાત કરી હતી.નિવૃત્ત રાવલપિંડી એક્સપ્રેસે એક સમયે 90 માઈલથી ઉપરની બોલિંગની સ્પીડ પકડી હતી અને 161.3 કિમી પ્રતિ કલાક શોએબની સૌથી વધુ ઝડપ હતી.શોએબે સ્ટેન્ડ-અપ કોમેડિયન અને વ્લોગર તન્મય ભટની લોકપ્રિય યુટ્યુબ શ્રેણી ‘પાકિસ્તાનીઝ આર સેવેજ’ માટે પોતાના વિદ્યાર્થી જીવનમાં એક ડોકિયું કરાવ્યું હતું.
શોએબના કહેવા પ્રમાણે તે એક તેજસ્વી વિદ્યાર્થી હતો અને સ્નાતકમાં પહોંચ્યા બાદ તેણે ક્રિકેટ રમવાનું શરૂ કર્યું હતું.તે ખૂબ તોફાની હતો અને ખૂબ ઝડપથી શીખી લેતો હતો.
વધુમાં જણાવ્યું કે,તેણે છોકરીઓ માટે થઈને ક્રિકેટ રમવાનું શરૂ કર્યું હતું.ગર્લ્સ બ્લોકની છોકરીનઓને ઈમ્પ્રેસ કરવા માટે તેણે બોલિંગની શરૂઆત કરી હતી.છોકરીઓ તેની ફાસ્ટ બોલિંગ જોતી હતી અને તે લોકલ સ્ટાર બની ગયો હતો.પરંતુ તેણે જ્યારે મોટરસાઈકલ લઈને જવાનું શરૂ કર્યું અને તેને કોઈ અટેન્શન ન મળ્યું ત્યારે તેને સમજાયું કે,તેણે ક્રિકેટમાં આગળ વધવાની જરૂર છે.


