- પેટ્રોલ અને ડીઝલની ઉંચી કિંમતોથી લોકો ત્રસ્ત છે, ત્યારે હેમંત સોરેન સરકારે ઝારખંડમાં મોટી જાહેરાત કરી છે
રાંચી : પેટ્રોલ અને ડીઝલની ઉંચી કિંમતોથી લોકો ત્રસ્ત છે,ત્યારે હેમંત સોરેન સરકારે ઝારખંડમાં મોટી જાહેરાત કરી છે. રાજ્ય સરકાર ગરીબ બાઇક અને સ્કૂટર ચાલકોને પેટ્રોલ 25 રૂપિયા પ્રતિ લિટર સસ્તું આપશે.સસ્તા પેટ્રોલ અને ડીઝલનો લાભ માત્ર BPL કાર્ડ ધારકોને જ મળશે.તેઓ વધુમાં વધુ 10 લિટર પેટ્રોલ અને ડીઝલ પર આ લાભ લઈ શકે છે.વાહન ચાલકોને પેટ્રોલ પંપ પર સંપૂર્ણ કિંમત ચૂકવવી પડશે અને રાજ્ય સરકાર સબસિડીની રકમ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા ખાતામાં મોકલશે.
સીએમ કાર્યાલયે ટ્વીટ કરીને જણાવ્યું કે,પેટ્રોલ-ડીઝલના ભાવ સતત વધી રહ્યા છે,જેના કારણે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો સૌથી વધુ પ્રભાવિત છે.આથી સરકાર દ્વિચક્રી વાહનો માટે પેટ્રોલ પર રૂપિયા 25 પ્રતિ લિટરની રાહત આપશે,તેનો લાભ 26 જાન્યુઆરી 2022થી શરૂ થશે.
સરકાર દ્વારા કહેવામાં આવ્યું કે,જો કોઈ કાર્ડ ધારક પોતાની ગાડીમાં પેટ્રોલ ભરાવે છે તો ઝારખંડ સરકાર પ્રતિ માસ 10 લીટર સુધીના પેટ્રોલ પર 25 રૂપિયા પ્રતિ લીટર એટલે કે 250 રૂપિયા તેના ખાતામાં ટ્રાન્સફર કરશે. ગરીબોને સ્કૂટર અથવા બાઈકમાં પેટ્રોલ ભરવા માટે દર મહિને મહત્તમ રૂ.250નો લાભ મળશે.
ઉલ્લેખનીય છે કે,ઘણા સમયથી ઝારખંડમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટાડવાની માંગ કરવામાં આવી રહી હતી.પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશન દ્વારા વેટના દરો ઘટાડવાની માંગ કરવામાં આવી રહી હતી.હાલમાં રાજ્યમાં વેટનો દર 22 ટકા છે.જ્યારે એસોસિએશનનું કહેવું છે કે તેના કારણે ડીઝલના ભાવ આસમાને છે જ્યારે પડોશી રાજ્યોમાં ડીઝલના ભાવ નીચા છે.જેના કારણે પેટ્રોલ પંપ માલિકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
ઝારખંડમાં પેટ્રોલ-ડીઝલ 25 રૂપિયા સસ્તું થશે, કોને મળશે લાભ?
Leave a Comment

