By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: દમણથી દારૂ લઇ સાપુતારા સર્કિટ હાઉસમાં જુગાર અને મહેફિલ માણતાં ઉદવાડાના પાંચ ઝડપાયા
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > South Gujarat > દમણથી દારૂ લઇ સાપુતારા સર્કિટ હાઉસમાં જુગાર અને મહેફિલ માણતાં ઉદવાડાના પાંચ ઝડપાયા
GeneralSouth Gujarat

દમણથી દારૂ લઇ સાપુતારા સર્કિટ હાઉસમાં જુગાર અને મહેફિલ માણતાં ઉદવાડાના પાંચ ઝડપાયા

HM News
Last updated: 26/03/2021 9:03 AM
HM News
4 years ago
Share
SHARE

– અમેરિકા જવા પૂર્વે મિત્રોને પાર્ટી આપી હતી,દમણથી દારૂ લઇ ગયા હતા
– દારૂની 5 બોટલ, 5 મોબાઇલ, એક કાર મળી કુલ 4.63 લાખનો મુદામાલ કબજે

ડાંગ : પર્યટન સ્થળ ડાંગના સાપુતારા ગિરિમથક સ્થિત સરકીટ હાઉસમાં બુધવારે રાત્રીએ પોલીસે રેઇડ કરીને દારૂની મહેફિલ અને જુગાર રમતાં પારડી ઉદવાડા અને મોતીવાડાના પાંચ ઇસમોને ઝડપી લીધા હતા.પોલીસે તેમની પાસેથી મુદ્દામાલ અને એક કાર કબજે લીધી હતી.સૂત્રોના જણાવ્યા મુજબ દારૂ અને જુગાર રમતાં ઝડપાયેલા આરોપી પૈકી એક આરોપીએ અમેરિકા જવા પૂર્વે તેમના મિત્રોને સાપુતારામાં પાર્ટી આપી હતી.દારૂનો જથ્થો તેઓ દમણથી લઇ ગયા હતા.પોલીસે 4.63 લાખના મુદ્દામાલ કબજે લઇ એકને વોન્ટેડ જાહેર કર્યો છે. 22 માર્ચથી 1 એપ્રિલ સુધી સ્પેશિયલ પ્રોહીબિશન-જુગાર અંતર્ગત ડ્રાઈવ જાહેર કરવામાં આવેલ છે.જે પ્રોહીબિશન જુગાર ડ્રાઈવ અનુસંધાને ડાંગ જિલ્લાનાં એસપી રવીરાજસિંહ જાડેજાનાં માર્ગદર્શન હેઠળ ડાંગ જિલ્લાનાં એલસીબી પીએસઆઈ પી.એચ.મકવાણાની પોલીસ ટીમે સઘન પેટ્રોલિંગ હાથ ધર્યુ હતુ.

બુધવારે રાત્રે જુગાર પ્રોહીબિશનને ડામવા સર્ચ પ્રવૃત્તિ હાથ ધરી હતી.જે દરમ્યાન એલસીબી પોલીસની ટીમને સાપુતારા સર્કિટ હાઉસ ખાતેનાં રૂમ. ન.5નાં મહાલખંડમાં અમુક ઈસમો દારૂની મહેફિલ સાથે જુગાર રમી રહ્યાની બાતમી પોલીસની ટીમે બાતમીનાં આધારે સરકારી રૂમમાં પ્રવેશ કરવા અને ઝડતી માટે વોરંટ ઇસ્યુ કરી રેડ કરતા પાંચ ઇસમો દારૂની મહેફિલ માણતાં અને તીનપત્તીનો જુગાર રમતાં ઝડપાયા હતા.

જ્યારે આ ઈસમો સાથેનો છઠ્ઠો ઈસમ હેમંતભાઈ મોહનભાઇ પટેલ.રે મોતીવાડા તા.પારડી જે નાસી છૂટતા વોન્ટેડ જાહેર કર્યો હતો.સૂત્રોના જણાવ્યા મુજબ પાંચ પૈકી એક આરોપી ટૂંક સમયમાં જ અમેરિકા જવાનો હોવાથી મિત્રોને પાર્ટી આપવા સાપુતારા આવ્યા હતા.પાંચ ઈસમોની ધરપકડ કરી તીનપતીનો જુગાર રમતા દાવ પર લગાવેલ રોકડ રૂપિયા 650 અંગ ઝડતીનાં 24,400 તથા 5 નંગ મોબાઈલ જેની કિંમત 12,000 તેમજ દારૂની નાની મોટી બોટલો નંગ-05 જેની કિંમત 2,140/- તથા સ્વિફ્ટ ડીઝાયર કાર નંબર જીજે 15 સીએચ 1141ની કિંમત 4,00,000 મળી કુલ 4,63,190નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

આ ઇસમો મહેફીલ માણતા ઝડપાયા

(1) પ્રકાશભાઈ મણિલાલભાઈ પટેલ ઉ.48.રહે. ઝંડાચોક પાસે ઉદવાડા તા.પારડી જી વલસાડ
(2) રાકેશભાઈ છીબુભાઈ પટેલ.ઉ.51.રે.ઝંડાચોક ઉદવાડા
(3) ધર્મેશભાઈ ગુણવંતરાય દેસાઈ.ઉ.54 રે.પલસાણા
(4) જીતેન્દ્રભાઈ ચુનીલાલ શાહ ઉ.60 રે.ઝંડાચોક ઉદવાડા
(5) રમેશભાઈ હિરાભાઈ પટેલ.ઉ.65 રે.પલસાણા નાઓ દારૂની મહેફિલમાં હારજીતનો જુગાર રમતા ઝડપાઇ ગયા હતા.હાલમાં ડાંગ એલ.સી.બી.પોલીસની ટીમે ઝડપી પાડયા હતાં.

બાળકી ચાઇલ્ડ ટ્રાફિકિંગમાં ધકેલાઈ હોઇ શકે, તેને શોધવા CIDની મદદ લોઃ હાઇકોર્ટ
ભ્રષ્ટાચાર- ગેરવર્તણૂકની ફરિયાદો બદલ એક ઝાટકે 700 TRB જવાનોને છુટ્ટા કર્યા, હવે નવી ભરતી આવશે
મહાઠગ મહેન્દ્ર દલાલ વિરુદ્ધ રૂ.40.21 લાખની ઠગાઈની વધુ એક ફરિયાદ
હવે અપમાન કરવું કે ગાળો દેવી તે એસ્ટ્રોસિટી એક્ટ હેઠળ ગુનાપાત્ર બાબત નહીં ગણાય : સુપ્રીમ કોર્ટ
મોદી સરકાર ઓસ્ટ્રેલિયાની જેમ દેશમાં રાષ્ટ્રીય સડક સુરક્ષા બોર્ડ બનાવશે..!!
Share This Article
Facebook Email Print
Previous Article આજ રાત્રિથી દાદરા નગર હવેલી અને દિવ-દમણમાં રાત્રે 10 થી સવારે 5 વાગ્યા સુધી કરફ્યુ
Next Article મોહન ડેલકર આપઘાત કેસમાં મુંબઇ હાઇકોર્ટેની 9 એપ્રિલ સુધી સેલવાસ કલેકટર સંદીપકુમારની ધરપકડ નહીં કરવા વચગાળાની રાહત ; મહારાષ્ટ્ર સરકાર દ્વારા SITનું ગઠન
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up