ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થયા બાદ પક્ષોએ ઉમેદવારોની લિસ્ટો પણ જાહેર કરી છે.ભાજપ કે કોંગ્રેસના ઉમેદવારો મતદારોને રિઝવવા સભા,રેલી કરી રહ્યા છે.ત્યારે બીજી તરફ મતદારો પણ પોતાનો અસલ મિજાજ બતાવી રહ્યા છે, નેતાઓને પણ સખ્ત પ્રશ્નો કરવાની સાથે સાથે રોષ પણ દાખવી રહ્યા છે.
કોંગ્રેસ પક્ષના દાણીલીમડાના ધારાસભ્ય શૈલેષ પરમારને ચૂંટણી પ્રચારમા કડવો અનુભવ થયો હતો.ગોમતીપુરમાં ચૂંટણી પ્રચારમાં ગયેલા શૈલેષ પરમારનો સ્થાનિકોએ વિરોધ કર્યો હતો.પ્રચારના સ્ટેજ પર શૈલેષ પરમારની હાજરીમાં જ સ્થાનિકે કહ્યું કે, જે વાયદાઓ કર્યા તેમાંથી એક પણ વાયદો પુરો કર્યો નથી.છેલ્લા પાંચ વર્ષમાં દેખાયા ન હોવાનું કહી સ્થાનિકોએ રોષ વ્યક્ત કર્યો હતો.
– કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારનો વિરોધ
– ગોમતીપુર ચૂંટણી પ્રચારમાં શૈલેષ પરમારનો વિરોધ
– પાંચ વર્ષમાં દેખાયા ન હોવાનું કહી રોષ વ્યક્ત કર્યો