By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: નીતિન કાકાએ 3 સીટો સાચવી પણ ભાજપ ન સાચવી શકી, મંત્રી ઋષિકેશ પટેલ ભરાયાઃ રજની પટેલ રઝળી પડ્યા
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > નીતિન કાકાએ 3 સીટો સાચવી પણ ભાજપ ન સાચવી શકી, મંત્રી ઋષિકેશ પટેલ ભરાયાઃ રજની પટેલ રઝળી પડ્યા
GeneralGujarat NowPolitics

નીતિન કાકાએ 3 સીટો સાચવી પણ ભાજપ ન સાચવી શકી, મંત્રી ઋષિકેશ પટેલ ભરાયાઃ રજની પટેલ રઝળી પડ્યા

HM News
Last updated: 11/11/2022 8:44 AM
HM News
4 years ago
Share
SHARE

ભાજપની ટિકિટ વહેંચણી બાદ મહેસાણા જિલ્લામાં ડખા શરૂ થયા છે.મોદીની હોમ ટાઉન અને રાજકારણની લેબોરેટરી ગણાતા મહેસાણામાં નીતિન પટેલની ટિકિટ કપાયા પહેલાં કાકાએ 3 સીટો સાચવી લીધી જેમાં વિજાપુર બેઠક પર રમણભાઈ,કડી બેઠક પર કરશન સોલંકી અને મહેસાણામાં મુકેશ પટેલને ટિકિટ અપાવી તેઓ તો સાઈડલાઈન થઈ ગયા પણ અન્ય સીટો પર હવે નારાજગી બહાર આવી છે.ઋષિકેશ પટેલ ગત વિધાનસભાની ચૂંટણીમાં નોટા કરતાં ઓછા મતથી જીત્યા હતા.આ ચૂંટણી પહેલાં ઋષિકેશ પટેલ સામે ચૌધરી સમાજની નારાજગી અને વિપુલ ચૌધરી ખુદ આપમાંથી ઉભા રહે તેવી શક્યતા વચ્ચે આ વખતે ઋષિકેશ પટેલને જીત માટે લોઢાના ચણા ચાવવા સમાન છે ત્યાં ભાજપમાં અંદરો અંદર ડખા શરૂ થયા છે. 84 કડવા પાટીદાર સમાજના પ્રમુખ અને પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ જશુભાઈ પટેલે વિસનગરમાંથી અપક્ષ ઉમેદવારી કરવાની જાહેરાત કરી આજે રાતે બેઠક બોલાવી છે.આમ વિસનગર બેઠક પર ભાજપમાં જ તડાં પડ્યાં છે.જો વિસનગરમાં જશુભાઈએ અપક્ષ ઉમેદવારી કરી તો ઋષિકેશ પટેલ માટે સમસ્યા વધુ વકરે તેવી સંભાવના છે.ઋષિકેશે સીટ બદલીને ઊંઝા માટે ટિકિટ માગી હતી પણ આયાતી ઉમેદવારના વિરોધને પગલે ઋષિકેશ પટેલને વિસનગરની જ ટિકિટ મળી છે.

રજની પટેલ રઝળી પડ્યા,મોદી માટે બહુચરાજીમાં જંગી સભાનું આયોજન ના ફળ્યું

બહુચરાજીમાં પણ મોદી માટે જંગી સભા યોજી લાખોનો ખર્ચ કરી લેનાર અને હાલના ભાજપના ઉમેદવાર રજની પટેલને બહુચરાજીની ટિકિટ મળે એમ પાક્કી હતી.મોદીની જંગી સભાનું સફળતાપૂર્વક આયોજન પછી બધાને એમ જ હતું કે રજની પટેલે પોતાની ટીકીટ પાકી કરી લીધે.એમાંય નીતિન પટેલે ચૂંટણી ન લડવાની જાહેરાત કરતાં અને રજની પટેલની દાવેદારી સૌથી મજબૂત હોવા છતાં દિલ્હી હાઈકમાન્ડે તેમનું પત્તું જ કાપી નાખ્યું છે.રજની પટેલ હાલમાં સંગઠનની કામગીરી કરી રહ્યાં છે. રજની પટેલે ઉમેદવારીની જાહેરાત થયા પહેલાં જ સોશિયલ મીડિયામાં તૈયારી પણ કરી લીધી હતી પણ ભાજપે બહાર પાડેલા લિસ્ટમાં આખરી તબક્કે ક્યાંય નામ જ ના દેખાયું.પરંતુ જે જગ્યાએ પોતાનું નામ હોવું જોઈએ એ સીટ પરથી સુખાજી ઠાકોરનું નામ બહાર આવ્યું છે.બહુચરાજી સીટ પર પટેલો અને ઠાકોરોનું વર્ચસ્વ છે.ગત વિધાનસભામાં આ બેઠક પર ઠાકોર ઉમેદવાર કોંગ્રેસમાંથી વિજેતા બનતાં ભાજપે આ વખતે ઠાકોર સમાજ પર કળશ ઢોળ્યો છે.આ મામલે સ્થાનિકમાં જબરદસ્ત વિરોધ ચાલી રહ્યો છે.ગતરોજ વિધાનસભા સીટના જોટાણા,બેચરાજી અને મહેસાણાના કાર્યકરોએ કમલમમાં વિરોધ નોંધાવ્યો હતો પણ હવે ટિકિટ ચેન્જ થાય તેવી સંભાવના ઘણી ઓછી છે.એટલે રજની પટેલના ધારાસભ્ય બની મહેસાણામાંથી મંત્રી બનવાના અરમાનો ભાંગીને ભુક્કો થઈ ગયા છે.

સ્થાનિક કાર્યકરોના વિરોધને નજર અંદાજ

નીતિન પટેલે રમણભાઈ પટેલની ટીકિટ ભલે પાક્કી કરાવી લીધી પણ રમણભાઈ પટેલ સામે સ્થાનિક કાર્યકરોના વિરોધને નજર અંદાજ કરાતાં આ મામલો કમલમ સુધી પહોંચે તો નવાઈ નહીં,સ્થાનિક ધારાસભ્ય સામે ભાજપના કાર્યકરોએ અગાઉ પણ મીટિંગો કરી વિરોધ નોંધાવ્યો હતો પણ જેમને જીતાડવાની જવાબદારી છે એવા સ્થાનિકોની અવગણના કરી ભાજપે રમણભાઈ પટેલને ટિકિટ આપતાં અહીં વિરોધ વધી રહ્યો છે.આવતીકાલે આ મામલે ગાંધીનગર સુધી રજૂઆતો કરવા એકઠા થવાના મેસેજો વાયરલ થયા છે.આમ ભાજપના ઉમેદવાર સામે સ્થાનિકોનો વિરોધ રમણભાઈ પટેલને ભારે પડી શકે તેમ છે.

એકમાત્ર ખેરાલુ સીટના ઉમેદવાર જાહેર થવાના બાકી

વિજાપુરની સીટ પરથી કોંગ્રેસમાંથી સી. જે. ચાવડાએ દાવેદારી કરી છે.તો આપે પણ પટેલ ઉમેદવાર ઉભો રાખી આ બેઠક પર રસાકસી વધારી છે.અહીં ભાજપના ઉમેદવાર સામે વિરોધ વધ્યો તો ચાવડા માટે આ લાભની તક છે કારણ કે ચાવડા ગાંધીનગરની સીટ છોડીને વિજાપુર સુધી લાંબા થયા છે.મહેસાણામાં તમામ સીટોમાં એકમાત્ર ખેરાલુ સીટના ઉમેદવાર જાહેર થવાના બાકી છે.જે સીટ માટે કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયેલા જયરાજસિંહ પરમારે છેક સુધી છેડા અડાડ્યા પણ ઠાકોર સમાજના વર્ચસ્વ ધરાવતી આ સીટ પર અજમલજી ઠાકોર અને ભરત સિંહ ડાભીના નજીકના વ્યક્તિ વચ્ચે રસાકસી હોવાથી ભાજપે આખરે આ સીટની જાહેરાત ટાળી હતી.

‘ધ વર્લ્ડ સુરત’ ને મળ્યું ભારત સરકારનું 5-સ્ટાર હોટેલ ક્લાસિફિકેશન, સુરતની હોસ્પિટાલિટી ક્ષેત્રે નવી ઓળખ
અમરેલીમાં સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી પહેલાં મુખ્યમંત્રી નાગનાથ મહાદેવના શરણે
જુલાઈમાં ભારતની માલ નિકાસ રેકોર્ડ સ્તરે, વેપાર ખાધ $32 અબજની નજીક
ગુજરાતમાં ટ્રાફિક ઈ-ચલણની નવી સમયબદ્ધ વ્યવસ્થા
UP ચૂંટણી 2027 : મહિલા મતદારોને રીઝવવા ભાજપ-સપા વચ્ચે હરીફાઈ
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article વડોદરા જિલ્લામાં ક્યારે નહિ જોયેલી સ્થિતીનું નિર્માણ, પાર્ટીના ત્રણ પ્રબળ દાવેદારો હવે સામે પડશે : મધુ શ્રીવાસ્તવનું છલકાયું દર્દ !
Next Article દાણીલીમડા કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારને ચૂંટણી પ્રચારમાં થયો કડવો અનુભવ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

NALSAR વિવાદમાં BCIની દખલગીરી પર CJI સૂર્યકાંત નારાજ

4 days ago

ગુજરાત પોલીસના 19 જવાનોને રાષ્ટ્રપતિ પોલીસ મેડલ, 2ને વિશિષ્ટ સેવા માટે સન્માન

4 days ago

મનપસંદ જીમખાના જુગારકાંડમાં પોલીસ પર ગાજી કાર્યવાહી, દરિયાપુરના PI-PSI સસ્પેન્ડ

4 days ago

દુબઈથી ભારત લાવવામાં આવ્યો વિરેન્દ્રસિંહ બૈસોયા, મેફેડ્રોન કેસમાં તપાસ હવે વધુ ઊંડાણમાં જશે

4 days ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Love
  • Innovation
  • Engineering
  • Election
  • Design
  • Fashion
  • Covid
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Video
  • Exercise
  • Like
  • Style
  • Selfcare
  • Motivation
  • Politics
  • Photography
  • Conservative
  • Vote
  • ગરીબો પર અત્યાચારનો વીડિયો શેર
  • એક્સાઈઝ પોલિસીનો અમલ
  • જેમ્સ બોન્ડની ફિલ્મ 'નો ટાઈમ ટૂ ડાઈ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • દારૂની બોટલ
  • માતા-પિતા
  • રસ્તા બંધ
  • 'ડોમિસાઇલ લૉ'
  • જિતેન્દ્ર સિંહ
  • પ્રદર્શન શાંતિપૂર્ણ
  • સ્ટેડિયમનો ગેટ નં-૩
  • કોરોના ટેસ્ટ પોઝિટિવ
  • સગીરા સાથે યુવાને બળજબરી
  • 'આગમાં ઘી હોમવાનું બંઘ કરો'
  • સ્વરા ભાસ્કર
  • માનુષી છિલ્લર
  • સૈફને ચંચૂપાત
  • ટિયરગેસ
  • પથ્થરમારો
  • દવા પી આપઘાત
  • સાળી-બનેવી
  • કરીના કપૂર ખાન
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કરોડની જોગવાઇ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કૃષિ
  • હાઇકોર્ટ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • બસ નદીમાં ખાબકી
  • સોનિયા ગાંધી
  • હિંસા ભડકાવવા
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up