દુનિયાભરમાં કોરોના વાયરસની ઝપેટમાં આવનારા લોકોની સંખ્યા 7 લાખથી પાર થઈ ગઈ છે. આ કિલર વાયરસથી મરનારાઓની સંખ્યા 34 હજારને પાર કરી ગઈ છે. સુપર પાવર અમેરિકા આ મહામારીનું સૌથી મોટું ગઢ બનતુ જઇ રહ્યું છે. અમેરિકામાં અત્યાર સુધી 142,735 કેસ સામે આવ્યા છે. બીજી તરફ ઇટાલીમાં કોરોના વાયરસથી મરનારાઓની સંખ્યા ચીનથી ત્રણ ગણી વધારે થઈ ગઈ છે. સ્પેનમાં એક જ દિવસમાં 812 અને ઈરાનમાં 117 લોકોનાં મોત થયા છે.
દુનિયાનાં 199 દેશોમાં 724,592 લોકો કોરોના વાયરસથી સંક્રમિત છે
કોરોના પર નજર રાખનારી વેબસાઇટ વર્લ્ડોમીટર પ્રમાણે દુનિયાનાં 199 દેશોમાં 724,592 લોકો કોરોના વાયરસથી સંક્રમિત છે. આમાં સૌથી ઉપર અમેરિકા છે જ્યાં 142,735 લોકો કોરોનાથી સંક્રમિત છે. અમેરિકામાં કોરોનાથી મરનારાઓની સંખ્યા 2,489 પહોંચી ગઈ છે. અમેરિકાનાં ન્યૂયૉર્ક રાજ્યમાં કોરોના વાયરસનાં કારણે મરનારાઓનો આંકડો એક હજાર પાર કરી ચુક્યો છે.
કોરોનાથી સૌથી વધારે મોત અત્યારે ઇટાલીમાં થયા છે
ગવર્નર એન્ડ્રિયૂ ક્યુમોએ ચેતવણી આપી છે કે કોવિડ-19નું કેન્દ્ર બની ચુકેલા અમેરિકાનાં ન્યૂયૉર્કમાં કોરોનાનો પ્રકોપ ઓછો થતા પહેલા મરનારાઓની સંખ્યા 237 વધીને 728થી 965 પર પહોંચી ગઈ છે. એક દિવસમાં મોતનો આ આંકડો સર્વાધિક છે. દિવસનાં અંત સુધી મૃતકોની સંખ્યા એક હજારને પાર થઈ ગઈ છે. કોરોનાથી સૌથી વધારે મોત અત્યારે ઇટાલીમાં થયા છે. ઇટાલીમાં કોરોના વાયરસથી મરનારાઓની સંખ્યા 10,779 પહોંચી ગઈ છે જે કોરોના વાયરસનાં ગઢ ચીનથી ત્રણ ઘણી ઘણી વધારે છે. ઇટાલીમાં 97,689 લોકો કોરોના પોઝિટિવ આવ્યા છે.
ઇટાલીમાં સંક્રમણનો પ્રકોપ ઓછો થતો જોવા મળી રહ્યો છે
વડાપ્રધાન ગ્યૂસેપ કોંતેની સરકારે ઇટાલીવાસીએને લાંબા સમય સુધી લોકડાઉન માટે તૈયાર રહેવા કહ્યું છે. સરકાર તરફથી રવિવારનાં કહેવામાં આવ્યું કે આર્થિક મુશ્કેલીઓ અને નિયમિત દિનચર્યા પર તકલીફવાળી અસર છતા બંધ ધીરેધીરે હટાવવામાં આવી રહ્યું છે. મંત્રીઓ અને સ્વાસ્થ્ય અધિકારીઓ તરફથી આ સંદેશ ત્યારે આવ્યો છે જ્યારે ઇટાલીમાં સંક્રમણનો પ્રકોપ ઓછો થતો જોવા મળી રહ્યો છે. આ સંક્રમણનાં કારણે ઇટાલીમાં મોતનો નવો આંકડો 756 છે જે શુક્રવારનાં 969થી ઓછો છે. અહીં કોરોના વાયરસ સંક્રમણનાં દરમાં પણ ઘટાડો આવ્યો છે અને આ પહેલીવાર 6 ટકાથી ઓછો છે. સરકારનું સંપૂર્ણ ધ્યાન લોકડાઉન ખત્મ થવાની અંતિમ તારીખ ત્રણ એપ્રિલ પર છે.