– એસબીઆઈ, ક્રિસિલ અને ફીજના અહેવાલમાં ચિંતાજનક આગાહી,- ૬.૮ ટકા સુધી વૃદ્ધિ દર પડી જશે
દેશમાં કોરોનાવાયરસ અને તેને પગલે ચાલી રહેલી તાળાબંધી લીધે ભીષણ મંદીમાં સપડાયેલ ભારતીય અર્થતત્રં વિશે એસબીઆઈ તેમજ રેટિંગ એજન્સીઓ ક્રિસિલ તેમજ ફિચ દ્રારા અતિ ચિંતાજનક આગાહીઓ કરવામાં આવી છે.ક્રિસિલ અને ઉપરોકત અન્ય રેટિંગ એજન્સી દ્રારા એવી આગાહી કરવામાં આવી છે કે સ્વતંત્રતા બાદ ભારતે સૌથી ભયંકર આર્થિક મંદીનો સામનો કરવો પડશે અને એવો ખરાબ સમય આવી રહ્યો છે.એજ રીતે એસબીઆઇના અહેવાલમાં એવી આગાહી કરવામાં આવી છે કે ૨૦૨૦-૨૧ માં ભારતનો વિકાસ દર શૂન્યથી – ૬.૮ ટકા સુધી નીચે જઇ શકે છે.
રિપોર્ટમાં એવો પણ ઉલ્લેખ છે કે નાણાકીય વર્ષ ૨૦૧૯ ૨૦ ના ત્રીજા ત્રિમાસિક ગાળામાં વિકાસ દર સાત વર્ષ ના નીચલા સ્તર પર ૪.૭ ટકા ગયો હતો એજ રીતે પ્રથમ ત્રિમાસિક ગાળામાં વિકાસદર ૫.૧ ટકા અને બીજા ત્રિમાસિક ગાળામાં ૫.૬ ટકા રહ્યો હતો.આવી સ્થિતિમાં જાન્યુઆરી થી માર્ચ માં વિકાસ દર ૧.૨ ટકા રહી શકે છે.નેશનલ કાર્યાલય દ્રારા ૨૯ મેના રોજ પાછલા નાણાકીય વર્ષના જીડીપીના આંકડા જારી કરવામાં આવશે.
જોકે એ પહેલા જ એસબીઆઇએ એવું અનુમાન દર્શાવ્યું છે કે નાણાકીય વર્ષમાં વિકાસ દર ૪.૨ ટકા રહી શકે છે જે પહેલાં પાંચ ટકા નું અનુમાન હતું.
રિપોર્ટમાં એવો પણ ઉલ્લેખ છે કે માર્ચ માસના આખરી સાહમાં તાળાબંધી દેશમાં લાગુ થઈ તેને કારણે સાત દિવસની અંદર જ અર્થતંત્રને ૧.૪ લાખ કરોડ પિયાની ખોટ ગઈ હતી. હવે એવું ચિંતાજનક અનુમાન પણ કરવામાં આવ્યું છે કે ૨૦૨૦-૨૧ માં જીડીપી વૃદ્ધિદર – ૬.૮% સુધી ડાઉન થઈ શકે છે.આ સ્થિતિ દેશ માટે અતિ ભયંકર બનશે તેમ વલ્ર્ડની ટોપ લેવલની રેટિંગ એજન્સીઓએ પણ જણાવ્યું છે


