ગાંધીનગર તા. ૭ : આપણા દેશમાં કેટલાય અવનવા રોગો આવીને ગયા પરંતુ આ કોરોના વાયરસે સમગ્ર વિશ્વને ચિંતામાં મુકી દીધા છે.દિવસે ને દિવસ સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસના કસો વધતા જાય છે સાથે સાથે મૃત્યુ આંક પણ વધતો જાય છે.બંધની બાબતમાં નવો ઇતિહાસ સર્જાય ગયો છે.આજ દીન સુધી કોરોના વાયરસ માટે કોઇપણ પ્રકારની દવા મળી નથી.દરેક દેશ પોતાના પ્રયત્નો સતત કરે છે કે આની કોઇ દવા મળે તો આ મહામારીથી રાહતનો દમ મળે.વર્તમાન પરિસ્થિતિમાં સમગ્ર દેશનું વહીવટી તંત્ર કોરોનાનો સામનો કેવી રીતે અને કટલી ઝડપે કરવો તેમાં વ્યસ્ત છે.કયારે સફળતા મળશે તે હવે જોવાનું રહ્યું.હવે આપણે ગુજરાત તરફ ધ્યાન લઇ એ તો ગુજરાત સરકારમાં આજે ૪૯ દિવસ પુર્ણ થવા આવ્યા ત્યારે ગુજરાતના ઇતિહાસમાં પ્રથમ વખત શાળા,કોલેજો,વેપાર,ધંધા,રેલ્વે,બસ સેવા,ઉપરાંત સરકારી કચેરીઓ જેમાં રાજયના પાટનગર ખાતે આવેલ સચિવાલય બંધ લાંબો સમય રહેલ છે.આવનારા દિવસોમાં ૧૭ મે સુધી લોકડાઉન વડાપ્રધાને જાહેર કરેલછે.હવેઆ લોકડાઉન ૧૭ મે એ ઉઠાવી લેવામાં આવશે કે હજુ એક નવો તબકકો આવશે તેવી ચર્ચા સૌ કોઇ રહ્યું છે.સૌ પ્રાર્થના કરે છે આ મહામારી માંથી ઝડપથી બહાર આવીએ.


