નૂપુર શર્માએ પયગંબર મોહમ્મદ વિશે અપમાનજનક ટિપ્પણી કરી હતી તેને કારણે દેશમાં જ નહીં વિદેશમાં પણ તેનો ઘણો વિરોધ થયો હતો.ઘણા મુસ્લિમ દેશોએ તેના નિવેદન અપમાનજનક લાગ્યું હતું.આ ટિપ્પણી માટે નૂપુર શર્માએ માફી માંગી છે.
ભાજપ પક્ષે તેમની સામે કાર્યવાહી પણ કરી છે,પરંતુ નૂપુર શર્માનો વિરોધ બંધ નથી થયો.ભીમ આર્મી ચીફ નવાબ સતપાલ તંવરે નૂપુર શર્મા વિશે અપમાનજનક ટિપ્પણી કરી છે.તેણે નૂપુર શર્માની જીભ કાપી લાવનાર વ્યક્તિને 1 કરોડનું ઈનામ આપવાની જાહેરાત કરી છે.ભીમ આર્મીના આ વિવાદીત નિવેદનને ખતરા તરીકે જોવામાં આવી રહ્યું છે,પરંતુ પોલીસે હજુ સુધી તેના પર કોઈ કાર્યવાહી કરી નથી.
આ પહેલા પણ સતપાલ તવંર અનેક ફિલ્મી અને રાજકીય હસ્તીઓને ધમકી આપીને વિવાદ સર્જી ચૂક્યો છે અને હવે નૂપુરની જીભ કાપવાની વાત કરી છે.ભીમ સેનાના સંસ્થાપક અને રાષ્ટ્રીય અધ્યક્ષ નવાબ સતપાલ તંવરે આરોપ લગાવ્યો કે નૂપુર શર્માએ પયગંબરનું અપમાન કર્યું છે,જેનાથી કરોડો મુસ્લિમ સમુદાયના લોકોના દિલને ઠેસ પહોંચી છે.
નૂપુર શર્માના ઘર પર બુલડોઝર ચાલશે? – ઓવૈસી
ભીમ સેનાના સંસ્થાપક અને રાષ્ટ્રીય અધ્યક્ષ નવાબ સતપાલ તંવરેના નિવેદન પહેલા થોડા દિવસ પહેલા AIMIS ચીફ અસદુદ્દીન ઓવૈસીએ આ મામલે કહ્યું હતું કે નૂપુર શર્માની ધરપકડ થવી જોઈએ.નૂપુર શર્માએ માફી માંગી નથી,પરંતુ પોતાના નિવેદનમાં અંગ્રેજીમાં ‘If’ લખ્યું છે.તેણે ક્યાં માફી માંગી? અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે આ સરકાર બુલડોઝરની રાજનીતિ કરે છે,જ્યારે પણ કંઇક થાય છે ત્યારે બુલડોઝર ચલાવે છે, તો શું હવે નૂપુર શર્માના ઘર પર બુલડોઝર ચાલશે? જ્યારે દેશના મુસ્લિમોની વાત આવે છે તો પીએમ મોદી તેમની વાત સાંભળતા નથી.આ પીએમ ભારતીય મુસ્લિમોની વેદનાને સમજી શકતા નથી. ભાજપ દેશના મુસ્લિમોને અપમાનિત કરે છે.
નૂપુર શર્મા વિરુધ્ધ AIMIMનું વિરોધ પ્રદર્શન
પયગંબર મોહમ્મદ પર વિવાદિત ટિપ્પણીને લઈને નૂપુર શર્માના પક્ષમાં અને વિરોધમાં દેશ-વિદેશમાં અલગ-અલગ નિવેદનબાજી અને પ્રદર્શન થઈ રહ્યા છે.આજે અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM દિલ્હીના જંતર-મંતર પર નૂપુર શર્મા સામે વિરોધ પ્રદર્શન કર્યું,જ્યારે હિંદુ મહાસભા લખનઉમાં નુપુર શર્માના સમર્થનમાં પગપાળા કૂચ કરશે.

