નવી મુંબઇ, તા. 3 ઓગસ્ટ 2022, બુધવાર : પંજાબી સિંગર સિદ્ધુ મુસેવાલાની હત્યા પુરા દેશમાં ચર્ચિત થઇ હતી. જે બાદ સલમાન ખાનને પણ મારી નાંખવાની ધમકીઓ મળી હતી. હવે વધુ એક સિંગરને જાનથી મારી નાખવાની ધમકી મળી છે.
પંજાબી સિંગર જાની જોહાનને જાનથી મારી નાખવાની ધમકી મળી છે.જાનથી મારી નાખવાની ધમકી મળ્યા બાદ ગાયકે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનને પત્ર લખીને પોલીસ સુરક્ષાની માંગ કરી છે.તો બીજી તરફ સિંગરની સુરક્ષાને લઈને પંજાબ પોલીસની પણ ઉંઘ હરામ થઈ ગઈ છે.
આ સિંગરે ડરને કારણે પહેલેથી જ પોતાનાં પરિવારને વિદેશમાં શિફ્ટ કરી દીધો છે.સિંગર પરંતુ હજુ ભારત છોડવાની સ્થિતિમાં નથી.આ સિવાય તેના મેનેજર દિલરાજને ખતમ કરવાની ધમકી પણ આપી છે.
આ પહેલાં થયો હતો અકસ્માત
મોહાલીમાં એસયુવી કારમાં મુસાફરી કરી રહેલા સિંગર અને તેના મિત્રોનો અચાનક માર્ગ અકસ્માત થયો હતો.અકસ્માતમાં જાની જોહાનને ગરદન અને પીઠમાં ઈજાઓ થઈ હતી.પોલીસને મળેલી માહિતીમાં જણાવવામાં આવ્યું હતું કે અકસ્માતનો ભોગ બનેલા બંને વાહનો ચાર રસ્તા પર ન રોકાયા અને એકબીજા સાથે અથડાઈ ગયા.

