– સિંધ અને પંજાબ પ્રાંતમાં અત્યાચારના નવા મામલાઓ બહાર આવ્યા
નવી દિલ્હી,તા. ૧૧ : પાકિસ્તાનમાં લઘુમતિઓ સુરક્ષિત નથી.અહીં હિન્દુઓ ઉપર સતત હુમલાઓની ઘટનાઓ સામે આવી રહી છે.આ ઘડીમાં હવે પાકિસ્તાનના સિંધ અને પંજાબ પ્રાંતમાં પણ હુમલાઓ થયાનુ બહાર આવ્યુ છે.એટલુ જ નહિ હિન્દુ મહિલાઓ સાથે રેપ થયાના કેસ પણ વધી રહ્યા છે. હિન્દુઓને ટાર્ગેટ કરી તેઓને જાણી જોઈ બહાર કાઢવા પ્રયાસ થઈ રહ્યા છે.પાકિસ્તાનના હિન્દુ સમુદાય સાથે જોડાયેલ નવો મામલો સામે આવ્યો છે. આરોપ છે કે હિન્દુઓની મારપીટ અને હિન્દુઓના ઘરની મહિલાઓ પર ત્રાસ વર્તાવવામાં આવી રહ્યા છે.સ્થાનિક હિન્દુઓને હટાવવા માટે ષડયંત્ર હેઠળ તેઓને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે.
પાકિસ્તાની માનવાધિકાર કાર્યકર રાહત ઓસ્ટીનના જણાવ્યા પ્રમાણે તાજેતરમાં સિંધમાં હિન્દુઓના ઘરો ઉપર હુમલો કરી તોફાની તત્વોએ આગ લગાડી હતી.પુરૂષો-મહિલાઓ અને બાળકોની મારપીટ કરી પરાણે બહાર કાઢવામાં આવ્યા હતા.આવો જ કેસ પંજાબ પ્રાંતમાં બહાર આવ્યો છે.જેમા એક વ્યકિત અને તેની પત્નિ ઉપર હુમલો થયો હતો.વ્યકિતની ધોલાઈ કરવામાં આવી હતી તો મહિલા પર રેપ થયો હતો.મજબુરીમાં પીડીત દંપતિએ વિસ્તાર છોડયો હતો.પાકિસ્તાનમાં હિન્દુઓ ઉપરના હુમલા વધતા ભાજપના નેતા તરૂણ વિજયે નારાજગી વ્યકત કરી છે અને પાકિસ્તાન સરકારને હિન્દુઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા જણાવાયુ છે.


