અમદાવાદની રથયાત્રાની તૈયારીઓ શરૂ : છેલછોગાળા,મીઠી મોરલીવાળા માટે બનાવી ત્રણ છોગાંવાળી પાઘડી ગુજરાતમાં આવેલા અમદાવાદમાં આ વર્ષે નીકળનારી વિશ્વ પ્રસિદ્ધ રથયાત્રામાં પહેલી વાર જગતના નાથ જગન્નાથજી,બહેન સુભદ્રાજી અને ભાઈ બળદેવજી માટે બખતર શણગાર તૈયાર કરાયા છે.તો બીજી તરફ આ ઐતિહાસિક રથયાત્રામાં જે રથમાં બેસીને પ્રભુ નગરયાત્રા કરે છે એ હાલના ત્રણ રથ અમદાવાદ શહેરમાં છેલ્લી વાર ફરશે અને આવતા વર્ષે નવા રથ આવશે.
અમદાવાદના જગન્નાથજી મંદિરમાંથી પહેલી જુલાળએ ૧૪૫મી રથયાત્રા નીકળશે.કોરોનાના કારણે ભાવિકો ગયા વર્ષે રથાયાત્રામાં જોડાયા નહોતા પણ આ વર્ષે ભાવિકો રથયાત્રામાં જોડાવાના છે ત્યારે મંદિર સત્તાવાળાઓ દ્વારા રથયાત્રાની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.મગ પ્રસાદ માટે મગ વીણવાની,ત્રણ રથોને રંગરોગાન અને ત્રણેય ભગવાનના સાત જોડ વાઘા બનાવવાની તૈયારીઓ ચાલી રહી છે.આ વર્ષે છેલછોગાળા,મીઠી મોરલીવાળા જગન્નાથજી રથાયાત્રામાં ત્રણ છોગાંવાળી પાઘડી પહેરીને મહાલશે