– સિવિલ કેમ્પસમાં બનાવેલા સાઉથ રીઝનના સ્ટોરેજ સેન્ટરમાં કોરોના વેક્સિન રાખવામાં આવશે
જેની આતુરતાપૂર્વક રાહ જોવાઇ રહી છે તે કોરોના વેક્સિનનો જથ્થો પુણેના સિરમ ઇન્સ્ટિટ્યૂટમાંથી દક્ષિણ ગુજરાત માટે કુલ 93500 ડોઝ સપ્લાય થયો છે.આ જથ્થો સિવિલ કેમ્પસમાં બનાવેલા સાઉથ રીઝનના સ્ટોરેજ સેન્ટરમાં લાવવામાં આવ્યો છે. વેક્સિનનું મંત્રી સહિત પદાધિકારીઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું છે.
33336 હેલ્થ વર્કરોને પ્રથમ તબક્કામાં ડોઝ આપવામાં આવશે
મહાપાલિકાના શહેરી વિસ્તારમાં રસીકરણ માટેના લાભાર્થી 33336 હેલ્થ વર્કરોને પ્રથમ તબક્કામાં ડોઝ આપવાનો હોય કોવિશિલ્ડના લગભગ 3400 નંગ વાયલ (રસીની શીશી)નો સ્ટોક સપ્લાય પાલિકાના અડાજણ હેલ્થ સેન્ટર ખાતે સરકારની સૂચના બાદ સિવિલના સ્ટોરેજ સેન્ટર ખાતેથી મોકલાશે. ત્યાં સ્ટોરેજમાં રખાયા બાદ 16મીએ વેક્સિનેશન હાથ ધરાનાર હોય તે પ્રમાણે સ્મીમેર હોસ્પિટલ સહિતના હેલ્થ સેન્ટરો મુખ્ય હોસ્પિટલો મળી નિર્ધારિત 22 સ્થાન પર મોકલવામાં આવશે.
સરકારની સૂચના પ્રમાણે ડિસ્ટ્રીબ્યુશન કરાશે
ડો. રૂપલ જેસવાણીએ જણાવ્યું હતું કે, 93,500 રસીનો જથ્થો આવ્યો છે.પાંચ જિલ્લા અને પાલિકા મળી દક્ષિણ ગુજરાત ઝોનનો સિવિલ ખાતેના રિજિયોનલ વેક્સિન સ્ટોર ખાતે જથ્થો આવશે. 93500 ટોટલ ડોઝ નો જથ્થો આવશે.એક વાયલમાં દશ ડોઝ આવશે એટલે વેક્સિન ભરેલી 9350 વાયલ(શીશી) આવશે.રાજ્ય સરકારની સૂચના પ્રમાણે પાલિકા સહિત અન્ય જિલ્લાઓમાં રસીનું ડિસ્ટ્રીબ્યુશન કરવામાં આવશે.
વેક્સિનના કારણે કોરોના સામે જંગ લડીશું : કુમાર કાનાણી
કુમાર કાનાણી(રાજ્ય આરોગ્યમંત્રી)એ જણાવ્યું હતું કે, આજે વેક્સિનનો જથ્થો આવ્યો છે. સૌથી આનંદની લાગણી એ છે કે, આ વેક્સિન સ્વદેશી છે.લોકોમાં જે કોરોનાનો ડર હતો તેમાં ખૂબ જ રાહત મળશે.વેક્સિનના કારણે કોરોના સામે જંગ લડીશું.

કયા કેટલા ડોઝ મોકલાશે
– સુરત સિટીને 40 હજાર ડોઝ
– સુરત જિલ્લાને 11500 ડોઝ
– નવસારીને 11 હજાર ડોઝ
– વલસાડને 15 હજાર ડોઝ
– તાપીને 7 હજાર ડોઝ
– ડાંગને 2500 ડોઝ
કોવિડની વેક્સિન આપવા માટેના નિર્ધારિત 22 સ્થાનો
– વરાછા-એ- સ્મીમેર હોસ્પિટલ, મગો હેલ્થ સેન્ટર, પી.પી.સવાણી હાર્ટ ઇન્સ્ટીટ્યુટ
– વરાછા-બી- મોટા વરાછા હેલ્થ સેન્ટર, એસ.બી.ડાયમંડ હોસ્પિટલ
– લિંબાયત ઝોન-ભાઠેના કોમ્યુનિટી હેલ્થ સેન્ટર
– ઉધના ઝોન- આરોગ્યમ હોસ્પિટલ, એપ્પલ હોસ્પિટલ
– રાંદેર ઝોન-યુનાઇટેડ ગ્રીન હોસ્પિટલ, સેલ્બી હોસ્પિટલ, બીએપીએસ હોસ્પિટલ
– સેન્ટ્રલ ઝોન-મહાવીર હોસ્પિટલ, નિર્મલ હોસ્પિટલ, વિનસ હોસ્પિટલ
– કતારગામ ઝોન-પ્રાણનાથ હોસ્પિટલ, જીવનજ્યોત હોસ્પિટલ,કિરન હોસ્પિટલ
– અઠવા ઝોન-મિશન હોસ્પિટલ, દ્વાતિ પ્રભુ જનરલ અને બેન્કર્સ હાર્ટ ઇન્સ્ટીટ્યુટ,સનસાઇન,ટ્રાઈસ્ટાર,સિવિલ


