– પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં યોજાયેલા ભૂમિપૂજનના કાર્યક્રમમાં જિલ્લાના તમામ કાર્યકરો ઉપસ્થિત રહ્યા
બારડોલી : સુરત જિલ્લા ભાજપ મધ્યસ્થ કાર્યાલય ” શ્રી કમલમ્” નાં નવા તૈયાર થનાર કાર્યાલયના બિલ્ડીંગનું ભુમી પુંજન કરવામાં આવ્યું હતું.ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં ગુરુવારે વહેલી સવારે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.જે પ્રસંગે 1980થી અત્યાર સુધીના માજી સુરત જિલ્લા ભાજપ પ્રમુખોનું સન્માન પણ કરવામાં આવ્યા હતા.બારડોલીના મીંઢોળા નદીના કિનારે બે માળનું બિલ્ડીંગ તૈયાર થનાર છે.સુરત જિલ્લા ભાજપ મધ્યસ્થ કાર્યાલયની આધુનિક બિલ્ડીંગનું ભૂમિ પુંજન ગુરુવારે વહેલી સવારે ભાજપ પ્રદેશ અધ્યક્ષના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું.આ કાર્યાલય 24,000 સ્કવેર ફૂટમાં નિર્માણ થનાર છે.કાર્યાલયમાં 439 સીટ ધરાવતું ઓડીટોરિયમ,તમામ પ્રમુખ મહામંત્રીઓ,આઈ.ટી સેલના તેમજ તમામ મોરચાઓની અલગ અલગ ઓફિસો બનાવવામાં આવશે.ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ દ્વારા કરવામાં આવેલા આ ભૂમિ પુંજનના કાર્યક્રમમાં જિલ્લાના તમામ પદાધિકારીઓથી લઈ ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈ, મંત્રી મુકેશભાઇ પટેલ,પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા,સાંસદ,ધારાસભ્યો સહીત આગેવાનો તેમજ કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.જિલ્લા ભાજપ મધ્યસ્થ કાર્યાલયના ભુમી પૂજન બાદ બારડોલીના સરદાર પટેલ ટાઉનહોલ ખાતે પેજ સમિતિનાં સભ્યો સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.સાથે જ પેજ સમિતિના સભ્યોને સી.આર.પાટીલ દ્વારા કાર્ડ વિતરણ કરવામાં આવ્યા હતા.
10 કરોડના ખર્ચે નિર્માણઆધીન આ કાર્યાલયનો તમામ ખર્ચ કાર્યકર ઉપાડશે
કાર્યાલયના ભૂમિપૂજનના કાર્યક્રમ પ્રસંગે પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે જણાવ્યુ હતુ કે, કાર્યકરના પૈસાએ કાર્યકર માટે આવડું મોટું કાર્યાલય બને એ ફક્ત ગુજરાતમાં જ શક્ય છે. 4 કરોડની જમીન ખરીદી ઉપર 6 કરોડના ખર્ચથી વધુનું બાંધકામ કરી અંદાજીત 10 કરોડના ખર્ચે 9 મહિના જેટલા સમયમાં આ કાર્યાલય બનીને તૈયાર થઈ જશે ખર્ચની જવાબદારી વધુમાં વધુ અને નાનામાં નાનો કાર્યકરે સ્વયંભૂ ઉપાડી છે જે ખૂબ સારી વાત છે.