ભુજઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે.ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસના અનેક નેતાઓ કોરોનાની ચપેટમાં આવી ગયા છે.ત્યારે ભાજપના વધુ એક ધારાસભ્યને કોરોનાનો ચેપ લાગ્યો છે.ભુજના મહિલા ધારાસભ્ય ડો.નીમાબેન આચાર્યને કોરોનાનો ચેપ લાગ્યો છે. કોરોના પોઝિટિવ આવતાં નીમાબેન આચાર્ય સેલ્ફ આઈસોલેટ થયા છે.
નીમાબેને ખૂદ ટ્વીટ કરીને આ જાણકારી આપી છે.તેમણે જણાવ્યું છે કે, કોરોનાના પ્રાથમિક લક્ષણો દેખાતા મે રેપીડ એન્ટીજન ટેસ્ટ કરાવ્યો હતો અને જે પોઝિટિવ આવ્યો છે.મારી તબિયત સારી છે,પંરતુ ડોક્ટરની સલાહથી હોમ આઇસોલેશનમાં છું.મારી વિનંતી છે કે, જે લોકો છેલ્લા કેટલાક દિવસમાં મારા સંપર્કમાં આવ્યા હોય,તેઓ કૃપા કરીને પોતાને આઇસોલેટ કરી દે અને પોતાની તપાસ કરાવી લે. સૂત્રો પાસેથી મળતી વિગતો પ્રમાણે, 15મી ઓગસ્ટની ઉજવણીમાં નીમાબેન હાજર રહ્યા હતા,ત્યારબાદ તેમને કોરોના વાયરસનો ચેપ લાગ્યો હતો.તેઓ ગાંધીધામ સ્થિત તેમના નિવાસસ્થાને હોમ આઈસોલેટેડ થયા છે.તો તેમના પુત્ર મુકેશ આચાર્યને પણ સંક્રમણ લાગ્યું છે.


