– શું પોલીસ કાર્યવાહી કરશે? : MLA હર્ષ સંઘવીની હાજરીમાં જ નિયમોનું ઉલ્લંઘન
– રાહત સામગ્રીની લાઇનમાં સોશિયલ ડિસ્ટન્સિંગનું ઉલ્લંઘન
– લોકડાઉન વચ્ચે કોરોનાથી બચવા માટે સૌથી અગત્યનું સોશિયલ ડિસ્ટન્સિંગ છે ત્યારે તંત્ર અને પોલીસ દ્વારા લોકોમાં તેને લઇને કડક અમલ કરાવામાં આવી રહી છે.તો શું આ બાબત ધારાસભ્ય હર્ષ સંઘવીને લાગુ નથી પડતી ? સલામતીના જે પગલાંઓ સરકારે લઈ રહી છે તેમાં હર્ષ સંઘવીને સેવા કરવાની ઈચ્છા થઈ તે વ્યાજબી છે પણ લોકડાઉન ના નિયમો કેમ ન પાળ્યા ?
ગુજરાતમાં કોરોના વાયરસના કેસમાં વધારો થઇ રહ્યો છે.જેને લઇને સરકાર લોકોને લોકડાઉનનું પાલન કરવા અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવા કહી રહી છે.ત્યારે ધારાસભ્યની હાજરીમાં જ લોકડાઉનનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું હોવાનું સામે આવ્યું છે.સુરતમાં ધારાસભ્ય હર્ષ સંઘવીની હાજરીમાં જ નિયમોનું ઉલ્લંઘન થઇ રહ્યું હોવાનું જોવા મળ્યું છે.જેમાં રાહત સામગ્રીની લાઇનમાં સોશિયલ ડિસ્ટન્સિંગનું કોઇ પાલન થઇ રહ્યું નથી.આ કાર્યક્રમમાં જ ધારાસભ્ય હર્ષ સંઘવી બેઠા હોવા છતાં તેઓ પણ કોઇને સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવાની અપીલ કરી રહ્યાં નથી.
ત્યારે સવાલ એ થાય છે કે શું આ રીતે કોરોના દૂર થશે? જો એક ધારાસભ્ય સામે જ સોશિયલ ડિસ્ટન્સિંગનું ઉલ્લંઘન થશે તો કેવી રીતે કોરોનાને માત આપીશું? લોકો પણ કેમ ગંભીરતા નથી સમજતા?
એક સમજદાર નાગરિક અને ધારાસભ્ય તરીકે હર્ષ સંઘવીએ લોકોને જાગૃતતા દાખવવા સમજણ આપવી જોઈએ એના સ્થાને હર્ષ સંઘવી જ લોકોના ટોળાં વચ્ચે સેવા કાર્ય કરવા પહોંચ્યા હતા પણ ત્યાં સોશ્યિલ ડિસ્ટન્સીગનો ધરાર ભંગ ખુદ ધારાસભ્યની હાજરીમાં જ થયો હતો.રાજ્ય અને દેશભરમાં કડક સોશ્યલ ડિસ્ટન્સીગનો અમલ સામાન્ય લોકો પાસે ફરિજયાત અમલ કરાવવામાં આવી રહ્યો છે ત્યારે શું આ ગાઈડલાઈનનો ફોલો અપ પોતાની સરકારના ધારાસભ્ય કે ભાજપના અન્ય હોદેદારોએ ચુસ્તતાથી ન કરવો જોઈએ ? જેવા સવાલો સામાન્ય નાગરિકોમાં ચર્ચાય રહ્યા છે.બે દિવસ અગાઉ જ ભાજપના નેતા જયરામે જાહેરમાં બર્થ ડે પાર્ટી મનાવી લોકડાઉનના ધજાગરા ઉડાડ્યા હતા હવે ત્યારબાદ ભાજપના મજુરા વિધાનસભ્ય હર્ષ સંઘવી ગરીબોને અનાજ અને જમવાનું પોંહચાડવાની સેવા કાર્યમાં જોતરાયા હતા જ્યાં લાંબી લાઈનો લાગી હતી.જેમાં લોકો ભોજન મેળવવા એકઠા થયા હતા,આ દરમયાન માસ ગેથરીંગ અંગે કોરોના મહામારીને લઈ તંત્રના આદેશ છે તેનો ભંગ થયો હતો.
વધુમાં ગરીબોના મશિયાહ બનવાના કાર્યક્રમમાં વ્યસ્ત ધારાસભ્ય સેવામાં રત હતા ને સોશ્યલ ડિસ્ટન્સીન્ગ નું પાલન કરવાનું પણ ચુક્યા હતા.હવે પ્રશ્ન એ પણ ઉપસ્થિત થાય છે ,કે ધારાસભ્યના સેવા કાર્યક્રમ દરમ્યાન કોઈક કોરોનાગ્રસ્ત વ્યકતિ ત્યાં હાજર હોત અને જેના થકી અન્યોને પણ આ ચેપ લાગી ગયો હોત અથવા સંક્રમિત થયા હોત અને ગંભીર પરિસ્થિતિ સર્જાઈ તે તો એ માટે જવાબદાર ધારાસભ્ય હર્ષ સંઘવી ને ઠેરવવા ? કે પેલા જે ગરીબો અનાજ અને ભોજન મેળવવા આવ્યા હતા એમને ? આ સમગ્ર પરિસ્થિતિ માટે શું પોલિસ હર્ષ સંઘવીએ આયોજિત કરેલા કાર્યક્રમ વિરુદ્ધ કાર્યવાહી કરશે એવા સવાલોએ પણ હાલના તબબકે ચર્ચા જગાડી છે.
અત્રે નોંધનીય છે,કે થોડા દિવસો અગાઉ સોશ્યિલ મીડિયામાં ધારાસભ્ય હર્ષ સંઘવી એક મોપેડ ઉપર ટ્રિપલ સવારી કરતા પણ નજરે પડ્યા હતા અને જે તે સમયે કેમેરામાં કેદ થયેલી તે તસ્વીર સોશ્યિલ મીડિયા વાયરલ થઈ હતી અને ખુદ ભાજપના જ નેતાઓમાં આ બાબાતે તરહ તરહની છુપી ચર્ચા અન્ય સામાન્ય શહેરીજનોની જેમ ચર્ચાય હતી.આ ઉપરાંત મજુરા વિધાનસભમાં ઠેર ઠેર સામાન્ય પ્રજાના પડતર પ્રશ્નોનું પણ ત્વરિત કોઈ નિવારણ આવતું ન હોવાની ફરિયાદો ખુદ ભાજપના જ ગઢ ગણાતા આ વિસ્તારના રહીશોમાં સમયાંતરે ઉઠતી રહી છે.ત્યારે એ પ્રશ્ન પણ ખુદ ભાજપના મતદારોમાં ચર્ચાએ છે કે ઘણા લાંબા સમયથી અને બીજી ટર્મ દરમ્યાન પણ અનેકવાર અદ્રશ્ય થઈ ચૂકેલા ધારાસભ્ય આ વિસ્તારોમાં પ્રજની મદદ અને પડતર પ્રશ્નોના નિવારણ માટે કયારે દર્શન કે દેખા દેશે ?