વૉશિંગ્ટન : ભારતમાં નાણાં પ્રધાન નિર્મલા સીતારામને સિલિકોન વેલીમાં સંબોધન કરતાં ઉપસ્થિત અગ્રીમોને ભારતમાં નિવેશ કરવાનું આમંત્રણ આપતાં તેઓને ભારતની વિકાસ યાત્રામાં સહભાગી બનવા અનુરોધ કર્યો હતો.અને અમેરિકા સાથે, નાણાંકીય સેવાઓ અને ઉભરતી ટેકનોલોજી અંગે સહકાર સ્થાપવા ઉપર પણ ભાર મુક્યો હતો.કોન્ફેડરેશન ઓફ ઇંડિયન ઇન્ડસ્ટ્રીઝ (CII)અને યુ.એસ.ચેમ્બર ઓફ કોમર્સની યુએસ-ઇંડિયા બીઝનેસ કાઉન્સીલ (USIBC) શાખા દ્વારા યોજવામાં આવેલી રાઉન્ડ ટેબલ કોન્ફરન્સમાં બોલતાં ભારતનાં નાણાં પ્રધાને કહ્યું હતું કે ફાઈનાન્સીયલ ટેકનોલોજી (ફિન-ટેક) સતત અને સર્વગ્રાહી વિકાસ માટે અસામાન્ય તકો પૂરી પાડે છે.ભારત નાણાંકીય વર્ષ ૨૦૨૩માં ૮%નો વિકાસ દર સિદ્ધ કરી શકશે તેવું સ્પષ્ટ પૂર્વાનુમાન પણ છે.આ રીતે ભારત, આગામી કેટલાંક વર્ષો સુધી વિશ્વનું સૌથી ઝડપી વિકાસ સાધતું અર્થતંત્ર બની રહેવા સંભવ છે.તેમ પણ સીતારામને સિલિકોન વેલીમાં યોજાયેલી આ કોન્ફરન્સમાં ભાગ લેવા આવેલા અગ્રગણ્ય કોર્પોરેટ એક્ઝિક્યુટિવને સંબોધતાં જણાવ્યું હતું.આ સાથે તેઓએ જણાવ્યું હતું કે અમેરિકા ભારતની સહયાત્રા નાણાંકીય સેવાઓ અને ઉભરી રહેલી ટેકનોલોજી તથા વધુ મૂડી રોકાણો ખેંચી શકે તેમ છે સાથે નવીનીકરણ પણ લાવી શકે તેમ છે.આથી આ ફિનટેક સતત અને સર્વગ્રાહી વિકાસ માટે અસામાન્ય અવસર (તક) પૂરી પાડે છે.0