By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: અંતે મસ્ક ટ્વિટરના માલિક, ટેસ્લા ચીફે ૪૪ અબજ ડોલરમાં કંપની ખરીદી
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > અંતે મસ્ક ટ્વિટરના માલિક, ટેસ્લા ચીફે ૪૪ અબજ ડોલરમાં કંપની ખરીદી
GeneralInternational

અંતે મસ્ક ટ્વિટરના માલિક, ટેસ્લા ચીફે ૪૪ અબજ ડોલરમાં કંપની ખરીદી

HM News
Last updated: 27/04/2022 4:56 AM
HM News
4 years ago
Share
SHARE

ન્યૂયોર્ક, તા.૨૬ : દુનિયાના સૌથી મોટા ધનકૂબેર અને ટેસ્લાના સીઈઓ ઈલોન મસ્ક હવે માઈક્રો બ્લોગિંગ પ્લેટફોર્મ ટ્વીટરના માલિક બની ગયા છે.મસ્કે ટ્વિટરને ખરીદવા માટે ૪૪ અબજ ડોલર (અંદાજે ૩.૩૦ લાખ કરોડ રૂપિયા)ની ડીલ પૂરી કરી છે.આ સંપૂર્ણ સોદો રોકડમાં થશે.ટ્વિટરનું સંપૂર્ણ નિયંત્રણ મસ્કના હાથમાં આવતાં ૨૦૧૩થી પબ્લિક કંપની તરીકે ટ્વિટરની સફરનો અંત આવશે અને તે પ્રાઈવેટ કંપની બની જશે.ટ્વિટર ખરીદ્યા પછી પોતાની પહેલી ટ્વીટમાં મસ્કે લખ્યું, અભિવ્યક્તિની આઝાદી લોકતંત્રનો આધાર છે અને ટ્વિટર ડિજિટલ ટાઉન સ્ક્વેર છે, જ્યાં માનવતાના ભવિષ્ય માટે મહત્વપૂર્ણ બાબતો પર ચર્ચા થતી રહે છે.ટ્વિટરના બોર્ડે ઈલોન મસ્કની પ્રતિ શૅર ૫૪.૨૦ ડોલરના મૂલ્યથી કંપનીના અધિગ્રહણની ઓફર સોમવારે મોડી રાતે સ્વીકારી લીધી હતી.મસ્ક પાસે અગાઉ ટ્વિટરના ૯.૨ ટકા શૅર હતા.આ ડીલ સાથે તેમની પાસે કંપનીની ૧૦૦ ટકા હિસ્સેદારી હશે.ટ્વિટરના બધા શૅરધારકોને પ્રત્યેક શૅરના બદલામાં ૫૪.૨૦ ડોલર રોકડ મળશે.

ટ્વિટર સાથેની ડીલને અંતિમ મંજૂરી મળી ગયા પછી ઈલોન મસ્કે તેમની સૌપ્રથમ ટ્વીટમાં કહ્યું કે હું હંમેશા ફ્રી સ્પીચનો સમર્થક રહ્યો છું.મને આશા છે કે મારા સૌથી મોટા ટીકાકારો ટ્વિટર પર જળવાઈ રહેશે.મેં ટ્વિટરમાં એટલા માટે રોકાણ કર્યું છે, કારણ કે તેમાં આખી દુનિયામાં ફ્રી સ્પીચનું પ્લેટફોર્મ પૂરું પાડવાની ક્ષમતા છે.મારું માનવું છે કે કોઈપણ લોકતાંત્રિક સમાજ માટે ફ્રી સ્પીચનું પ્લેટફોર્મ હોવું ખૂબ જ જરૂરી છે.ટ્વીટરમાં અસાધારણ ક્ષમતા છે અને હું તેને અનલોક કરીશ.માઈક્રો બ્લોગિંગ સાઈટ ટ્વિટરના દુનિયાભરમાં ૨૧.૭ કરોડ એક્ટિવ યુઝર્સ છે, તેમાં સૌથી વધુ ૭.૭ કરોડ અમેરિકામાં છે, બીજા નંબરે જાપાનમાં ૫.૮ કરોડ લોકો આ પ્લેટફોર્મનો ઉપયોગ કરે છે અને ૨.૪ કરોડ યુઝર્સ સાથે ભારત ત્રીજા નંબરે છે.એલન મસ્કના જણાવ્યા મુજબ હવે દરેક યુઝરનું એકાઉન્ટ વાદળી ટીકવાળું થઈ જશે.આ પ્લેટફોર્મ પરથી સ્પામ બોટ્સ પણ હટાવી દેવાશે.આ પ્લેટફોર્મ પર દરેક યુઝરને ઓથેન્ટિકેટ કરાશે.આ પ્લેટફોર્મ પર ટૂંક સમયમાં એડિટ બટન પણ હશે. તેનો આશય કોઈપણ ટ્વિટમાં થનારી ભૂલો સુધારવાનો છે.તેઓ અલ્ગોરિધમને ઓપન સોર્સ રાખીને વિશ્વાસ વધારવા માગે છે.

દરમિયાન ટ્વિટર ખરીદતા જ ઈલોન મસ્ક અને ટ્વિટરના બોર્ડ તથા કંપનીના સીઈઓ પરાગ અગ્રવાલ વચ્ચેનો ખટરાગ સામે ઊભરીને આવ્યો છે.મસ્કે ૧૪ એપ્રિલે સિક્યોરિટી ફાઇલિંગમાં કહ્યું હતું કે તેમને ટ્વિટરના મેનેજમેન્ટ પર વિશ્વાસ નથી.રિસર્ચ કંપની ઇક્વિલરને ટાંકીને એક અહેવાલ મુજબ મસ્કની ગુડબુકમાં ટ્વિટરના સીઈઓ પરાગ અગ્રવાલનું નામ નથી તેથી તેમની હકાલપટ્ટી લગભગ નિશ્ચિત છે.ટ્વિટરના ચીફ ટેક્નોલોજી ઓફિસર અગ્રવાલને નવેમ્બર ૨૦૨૧માં જ સોશિયલ મીડિયા જાયન્ટના સીઈઓ બનાવવામાં આવ્યા હતા.પરાગ છેલ્લા ૧૦ વર્ષથી ટ્વિટર સાથે જોડાયેલા છે.ટ્વિટર મુજબ ૨૦૨૧માં તેમનું કુલ વળતર ૩.૦૪ કરોડ ડોલર હતું, જેમાં મોટાભાગે સ્ટોક એવોર્ડ્સનો સમાવેશ થતો હતો.મસ્કે ટ્વિટર ખરીદ્યા પછી પરાગે એક નિવેદનમાં કહ્યું કે ટ્વિટર સમગ્ર વિશ્વમાં સંબંધિત અને અસરકારક માધ્યમ છે.મને મારી ટીમ પર ગર્વ છે.પરાગે એક ટ્વિટમાં પોતાની ટીમના કામના વખાણ પણ કર્યા છે અને એક પત્રમાં ટ્વિટરના કર્મચારીઓને કહ્યું કે ઈલોન મસ્કના નેજા હેઠળ માઈક્રોબ્લોગિંગ સાઈટ ટ્વિટરનું ભવિષ્ય અંધકારમય છે.આ પત્ર અને અન્ય પ્રતિક્રિયા બાદ તેમના ટ્વિટર છોડવાની અટકળો શરૂ થઈ ગઈ છે.

જોકે, ઈલોન મસ્ક પરાગ અગ્રવાલને બરતરફ કરશે તો તેમના માટે આ સોદો વધુ મોંઘો સાબિત થઈ શકે છે.અહેવાલ અનુસાર ટ્વિટરના સીઇઓ પરાગ અગ્રવાલને સોશિયલ મીડિયા કંપનીની કમાન સંભાળ્યાના ૧૨ મહિનાની અંદર બરતરફ કરવામાં આવે છે તો કંપનીએ તેમને ૪.૨ કરોડ ડોલર એટલે કે ૩૨૦ કરોડ રૂપિયા જેટલી મસમોટી રકમ ચૂકવવી પડશે.

‘ધ વર્લ્ડ સુરત’ ને મળ્યું ભારત સરકારનું 5-સ્ટાર હોટેલ ક્લાસિફિકેશન, સુરતની હોસ્પિટાલિટી ક્ષેત્રે નવી ઓળખ
અમરેલીમાં સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી પહેલાં મુખ્યમંત્રી નાગનાથ મહાદેવના શરણે
જુલાઈમાં ભારતની માલ નિકાસ રેકોર્ડ સ્તરે, વેપાર ખાધ $32 અબજની નજીક
ગુજરાતમાં ટ્રાફિક ઈ-ચલણની નવી સમયબદ્ધ વ્યવસ્થા
UP ચૂંટણી 2027 : મહિલા મતદારોને રીઝવવા ભાજપ-સપા વચ્ચે હરીફાઈ
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article ભારતની વિકાસ યાત્રામાં સહભાગી બનો : સિલિકોન વેલીમાં સીતારામનનું સંબોધન
Next Article સાઉદીની એક રેસ્ટોરામાં 30 વર્ષથી સમોસા સહિતનો નાસ્તો ટોઈલેટમાં બનતો હતો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

NALSAR વિવાદમાં BCIની દખલગીરી પર CJI સૂર્યકાંત નારાજ

5 days ago

ગુજરાત પોલીસના 19 જવાનોને રાષ્ટ્રપતિ પોલીસ મેડલ, 2ને વિશિષ્ટ સેવા માટે સન્માન

5 days ago

મનપસંદ જીમખાના જુગારકાંડમાં પોલીસ પર ગાજી કાર્યવાહી, દરિયાપુરના PI-PSI સસ્પેન્ડ

5 days ago

દુબઈથી ભારત લાવવામાં આવ્યો વિરેન્દ્રસિંહ બૈસોયા, મેફેડ્રોન કેસમાં તપાસ હવે વધુ ઊંડાણમાં જશે

5 days ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Love
  • Innovation
  • Engineering
  • Election
  • Design
  • Fashion
  • Covid
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Video
  • Exercise
  • Like
  • Style
  • Selfcare
  • Motivation
  • Politics
  • Photography
  • Conservative
  • Vote
  • ગરીબો પર અત્યાચારનો વીડિયો શેર
  • એક્સાઈઝ પોલિસીનો અમલ
  • જેમ્સ બોન્ડની ફિલ્મ 'નો ટાઈમ ટૂ ડાઈ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • દારૂની બોટલ
  • માતા-પિતા
  • રસ્તા બંધ
  • 'ડોમિસાઇલ લૉ'
  • જિતેન્દ્ર સિંહ
  • પ્રદર્શન શાંતિપૂર્ણ
  • સ્ટેડિયમનો ગેટ નં-૩
  • કોરોના ટેસ્ટ પોઝિટિવ
  • સગીરા સાથે યુવાને બળજબરી
  • 'આગમાં ઘી હોમવાનું બંઘ કરો'
  • સ્વરા ભાસ્કર
  • માનુષી છિલ્લર
  • સૈફને ચંચૂપાત
  • ટિયરગેસ
  • પથ્થરમારો
  • દવા પી આપઘાત
  • સાળી-બનેવી
  • કરીના કપૂર ખાન
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કરોડની જોગવાઇ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કૃષિ
  • હાઇકોર્ટ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • બસ નદીમાં ખાબકી
  • સોનિયા ગાંધી
  • હિંસા ભડકાવવા
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up