એનએસઆઇએલે એની સમગ્ર સૅટેલાઇટ ક્ષમતા ડાયરેક્ટ-ટુ-હોમ(ડીટીએચ)સર્વિસ કંપની તાતા પ્લેને લીઝ પર આપી છે ન્યુ સ્પેસ ઇન્ડિયા લિમિટેડ(એનએસઆઇએલ)એ ડિમાન્ડ આધારિત એના પહેલા કમ્યુનિકેશન સૅટેલાઇટ મિશનમાં GSAT-24 સૅટેલાઇટને ગઈ કાલે સફળતાપૂર્વક લૉન્ચ કર્યો હતો.
એનએસઆઇએલે એની સમગ્ર સૅટેલાઇટ ક્ષમતા ડાયરેક્ટ-ટુ-હોમ(ડીટીએચ)સર્વિસ કંપની તાતા પ્લેને લીઝ પર આપી છે.એનએસઆઇએલ માટે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઑઇઝેશન(ઇસરો)દ્વારા બનાવવામાં આવેલા GSAT-24 એ એક કમ્યુનિકેશન સૅટેલાઇટ છે,જેનું વજન ૪૧૮૦ કિલો છે.ઇસરોની કમર્શિયલ બ્રાન્ચ એનએસઆઇએલે જણાવ્યું હતું કે‘૨૩ જૂને ન્યુ સ્પેસ ઇન્ડિયા લિમિટેડે ફ્રેન્ચ ગુયેના(સાઉથ અમેરિકા) માંથી યુરોપિયન હેવી-લિફ્ટ સ્પેસ લૉન્ચ વ્હીકલ એરિયન-5 દ્વારા કમ્યુનિકેશન સૅટેલાઇટ GSAT-24ને સફળતાપૂર્વક લૉન્ચ કર્યો હતો.’એરિયન-5ને ફ્રેન્ચ કંપની એરિયન સ્પેસ દ્વારા ઑપરેટ કરવામાં આવે છે.

