By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: ભારતમાં 3 ડોઝવાળી પહેલી કોરોના વેક્સિનનો સપ્લાય શરૂ, જાણો ઈન્જેક્શન વગર કઈ રીતે અને કોને મળશે
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > ભારતમાં 3 ડોઝવાળી પહેલી કોરોના વેક્સિનનો સપ્લાય શરૂ, જાણો ઈન્જેક્શન વગર કઈ રીતે અને કોને મળશે
GeneralNational

ભારતમાં 3 ડોઝવાળી પહેલી કોરોના વેક્સિનનો સપ્લાય શરૂ, જાણો ઈન્જેક્શન વગર કઈ રીતે અને કોને મળશે

HM News
Last updated: 03/02/2022 8:44 AM
HM News
3 years ago
Share
SHARE

– કંપનીએ તેના એક ડોઝની કિંમત 265 રૂપિયા રાખી છે અને તેના સિવાય દરેક ડોઝ પર 93 રૂપિયાનો જીએસટી પણ લાગશે

નવી દિલ્હી,તા.03 ફેબ્રુઆરી,ગુરૂવાર : કોરોના સામેની લડાઈમાં ભારતને વધુ એક હથિયાર મળી ગયું છે.સ્વદેશી કંપની Zydus Cadilaએ પોતાની કોરોના વેક્સિન ZyCov-Dનો સપ્લાય શરૂ કરી દીધો છે.આ વેક્સિન 12 વર્ષ અને તેના કરતાં વધારે ઉંમરના લોકોને આપવામાં આવશે.જોકે ભારતમાં હજુ તે 18 વર્ષથી વધુ ઉંમરના લોકોને જ આપવામાં આવશે.આ વેક્સિનની ખાસ વાય એ છે કે, તેમાં સોયનો ઉપયોગ નથી થતો. મતલબ કે, આ વેક્સિન નીડલ ફ્રી વેક્સિન છે.ઉપરાંત આ વેક્સિન 3 ડોઝવાળી છે જે તેને બાકીની વેક્સિનથી અલગ પાડે છે.કેન્દ્ર સરકારે ગત વર્ષે ઓગષ્ટ મહિનામાં જ ઝાયડસ કેડિલાની વેક્સિન ઝાયકોવ-ડીને મંજૂરી આપી હતી.આ વેક્સિનના 3 ડોઝ 28-28 દિવસના અંતરથી આપવામાં આવશે. પહેલા ડોઝ બાદ બીજો ડોઝ 28 દિવસ બાદ અને ત્રીજો ડોઝ 56 દિવસ બાદ આપવામાં આવશે.

  • વેક્સિનને ખાસ બનાવે છે આ 4 વાત

1. ત્રણ ડોઝવાળી વેક્સિનઃ
અત્યાર સુધી વિશ્વમાં જેટલી પણ વેક્સિન આપવામાં આવી રહી છે તે સિંગલ ડોઝ છે અથવા તો ડબલ ડોઝ છે. પરંતુ ઝાયકોવ-ડી પહેલી વેક્સિન છે જેના 3 ડોઝ આપવામાં આવશે.

2. નીડલ ફ્રી વેક્સિનઃ

તેમાં સોયનો ઉપયોગ નહીં થાય. તેને જેટ ઈન્જેક્ટર દ્વારા આપવામાં આવશે. તેનાથી વેક્સિનને હાઈ પ્રેશર વડે લોકોની સ્કિનમાં ઈન્જેક્ટ કરવામાં આવશે. આ ડિવાઈસનો આવિષ્કાર 1960માં થયો હતો. WHOએ 2013માં તેના ઉપયોગની મંજૂરી આપી હતી.

3. DNA બેઝ્ડ વેક્સિનઃ
ઝાયકોવ-ડી વિશ્વની પ્રથમ DNA બેઝ્ડ વેક્સિન છે. અત્યાર સુધીની બધી જ વેક્સિન mRNAનો ઉપયોગ કરે છે પરંતુ આ પ્લાઝ્મિડ DNAનો ઉપયોગ કરે છે.

4. સ્ટોરેજ પણ સરળઃ
બાકીની વેક્સિનની સરખામણીએ તેની સાચવણી વધારે સરળ છે. તેને 2થી 8 ડિગ્રી સેલ્સિયસ પર લાંબા સમય સુધી સ્ટોર કરી શકાશે. એટલું જ નહીં, 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં પણ તેને 4 મહિના સુધી રાખી શકાશે.

કેન્દ્ર સરકારે આ વેક્સિનના 1 કરોડ ડોઝ ઓર્ડર કર્યા હતા અને કંપનીએ તેનો સપ્લાય શરૂ કરી દીધો છે. આ વેક્સિન હાલ સરકાર તરફથી ફ્રીમાં આપવામાં આવશે.

કંપનીએ તેના એક ડોઝની કિંમત 265 રૂપિયા રાખી છે અને તેના સિવાય દરેક ડોઝ પર 93 રૂપિયાનો જીએસટી પણ લાગશે. મતલબ એક ડોઝની કુલ કિંમત 358 રૂપિયા હશે.

વાપીમાં ત્રણ અને પારડીમાં એક વૃદ્ધ મહિલાનાં ગળામાંથી ચેઇન ખેંચાઈ,સ્પોર્ટસ બાઇક લઈ બે છૂ
શું કેજરીવાલે જાહેર કરી ગુજરાતના લોકોની ”મન કી બાત” ? મોટો ધડાકો કરતા કહ્યું કે,બહુ જલદી CR પાટીલને હટાવશે ભાજપ !!
પંજાબના મોહાલીમાં ગેંગવોર, લોરેન્સ બિશ્નોઈ ગેંગના સભ્યની ગોળી મારી હત્યા કરાઈ
પાંડેસરાની સિલ્ક મિલમાં રાત્રે ભીષણ આગ : ફાયરની 12 ગાડી કામે લાગી
હરીપુરા ગામેથી કડોદરા પોલીસે લીસ્ટેડ બુટલેગર શંભુ નો વિદેશી દારૂ ઝડપી પાડ્યો
Share This Article
Facebook Email Print
Previous Article Swiggy Delivery Boyએ બચાવ્યો કર્નલનો જીવ, કહ્યું- ‘એ ન આવેત તો હું જીવતો ન બચેત’
Next Article સમીર વાનખેડેની હોટેલ અને બારનું લાઈસન્સ રદ્દ, કલેક્ટરે આપ્યું આવું કારણ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up