સ્થાનિક સ્વરાજયની ચુંટણીઓનું બ્યુગલ વાગી ગયુ છે અને ગઇકાલથી રાજયભરમાં ભાજપની સેન્સની પ્રક્રિયા ચાલુ થઇ ગઇ છે અને તા. ર8 સુધીમાં રાજયભરમાં સેન્સ પ્રક્રિયા પુરી કર્યા બાદ ભાજપનું પાર્લામેન્ટરી બોર્ડ મળશે.તથા ઉમેદવારોની પસંદગી કરશે.સર્વ પ્રથમ રાજકોટ સહીત 6 મહાનગર પાલીકાના ઉમેદવારો પસંદ થાશે અને તા. 3 થી ઉમેદવારી નોંધાવાનો પ્રારંભ થઇ જાશે.
તે સમયે હવે ફરી એક વખત સ્થાનીક ચુંટણીઓ પછી રાજયના મંત્રી મંડળમાં ફેરફાર તથા બોર્ડ નીગમમાં નીયુકિતની વાતો ભાજપના ટોચના વર્તુળો દ્વારા ચગાવવામાં આવી છે.અને કાર્યકર્તાઓને તેમની ચુંટણીમાં કામગીરીના આધારે સ્થાન અપાશે.તેવુ ગાજર પણ ફરી પકડાઇ જવામાં આવ્યુ છે.મુખ્ય પ્રશ્ર્ન જોકે હાલ ઉમેદવારોની પસંદગીનો છે.ભાજપે 2015માં તમામ મહાપાલીકાઓ જીતી હોવા છતા બેઠકો ગુમાવવી પડી હતી.અને તે સરભર કરવા માટે કોંગ્રેસના અનેક ખમતીધર અગ્રણીઓને ભાજપમાં લેવાની પ્રક્રિયા ચાલુ છે.સુત્રોના જણાવ્યા મુજબ રાજકોટ શહેર ભાજપમાં પણ કોંગ્રેસ છોડીને આવેલા કેટલાક અગ્રણીઓને ટીકીટ મળશે તેવી ચર્ચા છે.તે વચ્ચે તમામની આશા પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ ઉપર છે.તેમણે સ્પષ્ટ કહયુ હતુ કે અમે ભાજપના કાર્યકર્તાઓને ચુંટણી ટીકીટમાં પ્રાથમીકતા આપશુ પરંતુ સુત્રોના જણાવ્યા મુજબ જે રીતે પક્ષ દ્વારા કલીન સ્વીપ કરવાનો નિર્ણય લેવાયો છેે.
તે જોતા કોંગ્રેસના કેટલાક નેતાઓને સમાવાય તે શકયતા નકારાતી નથી.આવી જ રીતે રૂપાણી કેબીનેટમાં પણ આવવા માટે કોંગ્રેસના કેટલાક ધારાસભ્યો પ્રયત્ન કરી રહયા છે.અને તેઓને પણ તેમના મત વિસ્તારમાં પહેલા ભાજપને જીતાડવા માટે કહેવાય રહયુ છે.આમ હાલ તુરંત ચુંટણીનો વિજય એ કેબીનેટ થી લઇ બોર્ડ નીગમ માટેનો નવો માપદંડ બની ગયો છે.
ધારાસભ્યો પોતાના ચોકઠા ગોઠવે છે
મહાપાલીકા તથા પંચાયત ચુંટણીમાં ભાજપની ઉમેદવારી માટેની સેન્સ પ્રક્રીયા ચાલુ છે ત્યારે અમદાવાદ સહીતના મહાનગરોમાંથી કાર્યકર્તાઓની એવી ફરીયાદ આવી છે કે પક્ષના ધારાસભ્યો ર0રર ને ધ્યાનમાં રાખીને વોર્ડ કક્ષાએ પણ પોતાના જ ટેકેદારને ટીકીટ મળે તે માટે પ્રયત્નશીલ થઇ ગયા છે.જયારે તેની સામે ભવિષ્યમાં પોતે દાવેદારી કરી શકે તેવા કેટલાક નેતાઓ પણ પોતાના ટેકેદારોને વોર્ડમાં કોર્પોરેટર બનાવવા કે જીલ્લા પંચાયતમાં અને તાલુકા પંચાયતમાં ચુટાવવા માટે સક્રીય છે. આમ અનેક મહાનગરો અને જીલ્લામાં ભાજપ વિરુધ્ધ ભાજપ જેવી સ્થિતી બની શકે છે.સુત્રોના જણાવ્યા મુજબ જેઓને ટીકીટ નહી મળે તેવા કેટલાક ખાસ કરીને અમદાવાદ,સુરત સહીતના મહાનગરો અને અનેક જીલ્લા પંચાયતોમાં કોંગ્રેસ તેમના દરવાજા ખુલા રાખશે તેવી પણ અત્યારથી તૈયારી થઇ ગઇ છે.
2022 ની ચુંટણીમાં ફરી ટીકીટ માટે ભાજપના ધારાસભ્યો પોતાનુ ગ્રાઉન્ડ મજબુત કરવા માંગે છે.સુત્રોના જણાવ્યા મુજબ અમદાવાદમાં ભાજપના ધારાસભ્યો એ પોતાના ટેકેદારોની યાદી તૈયાર રાખી છે અને તેમના તરફી વધુને વધુ લોબીંગ થાય તે પણ પ્રયાસ કરી રહયા છે. આમ ર0રર નો ખેલ અત્યારથી જ શરુ થઇ ગયો છે.