– એનસીપીના 30થી 34 ધારાસભ્યો અજીત પવારના સમર્થનમાં આવ્યા હોવાના સમાચાર
– શરદ પવારે આ સમાચારને માત્ર અફવા ગણાવી
મુંબઈ, તા. 18 એપ્રિલ 2023, મંગળવાર : મહારાષ્ટ્રમાં ફરી રાજકીય ભૂકંપ આવે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે.એનસીપીના 30થી 34 ધારાસભ્યો અજીત પવારના સમર્થનમાં આવ્યા હોવાના સમાચાર આવી રહ્યા છે.આ દરેક ધારાસભ્યો બીજેપી સાથે જોડાવાની તૈયારી કરી રહ્યા છે.મહારાષ્ટ્રમાં એનસીપીમાં થોડા સમયથી ભાગલા પડી રહ્યા હોવાનું જાણવા મળ્યુ હતુ.મહારાષ્ટ્રમાં એનસીપીના કુલ 53 ધારાસભ્યો છે,અને જો એનસીપીમાં ભાગલા પડે તો શરદ પવારને મોટા ઝટકો લાગી શકે છે.
અજીત પવાર આપી શકે છે શરદ પવારને મોટો ઝટકો
મહારાષ્ટ્રની રાજનીતિમાં ફરી એક વાર રાજકીય મોટી ઉથલાપાથલ થવાના એંધાણ દેખાઈ રહ્યા છે.સુત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે એવુ જાણવા મળી રહ્યુ છે કે કોંગ્રેસ પાર્ટીના એમસીપી નેતા અજીત પવાર ભારતીય જનતા પાર્ટી સાથે જોડાય તેવી શક્યતા છે.આ સાથે એવુ પણ જાણવા મળ્યુ છે કે, જે રીતે એકનાથ શિંદેએ ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો આપ્યો હતો.એવી જ રીતે અજીત પવાર પણ શરદ પવારને મોટો ઝટકો આપી શકે છે.
શરદ પવારે આ સમાચારને માત્ર અફવા ગણાવી કહ્યું “અમે પાર્ટીને મજબૂત કરવાની કોશિશ કરીએ છીએ”
શરદ પવારે આ બાબતે જણાવતા કહ્યુ કે, “કેટલાક લોકો માત્ર ખોટા સમાચાર બનાવી રહ્યા છે.આ વાતોનો કોઈ અર્થ નથી,જે ચર્ચા તમારા મનમાં ચાલી રહી છે અમારા કોઈના મનમાં નથી.એટલા માટે આનુ કોઈ મહત્વ નથી.હું NCP વિશે કહી શકુ છું કે આ પાર્ટીમાં કામ કરવાવાળા દરેક નેતા પાર્ટીને કઈ રીતે મજબૂત કરવી તે વિશે તે દિશામાં કામ કરી રહ્યા છે.એવું સાંભળવામાં આવ્યુ કે ધારાસભ્યોની મીટીંગ છે,આ વાત ખોટી છે.પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ જયંત પાટિલ તેમના ચૂંટણી વિસ્તારમાં કામમાં વ્યસ્ત છે.હું અહી છું,અને તેના સિવાય ક્યાય બેઠક કરવાનો કોઈને અધિકાર નથી.”


