જમ્મુ,તા.4 : હાલ કાશ્મીરની મુલાકાતે રહેલા કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહ આજે જમ્મુમાં વૈષ્ણોદેવી મંદિરે દર્શને પહોંચ્યા છે.જ્યાં તેઓએ ગર્ભગૃહમાં પૂજા અર્ચના કરી હતી.શ્રી શાહ ગઇકાલે સાંજે કાશ્મીર પહોંચ્યા બાદ તેઓેએ એક ઉચ્ચ કક્ષાની બેઠકમાં રાજ્યમાં આગામી સમયમાં યોજાનારી ધારાસભા ચૂંટણી અંગેની તૈયારીની સમિક્ષા કરી હતી.બાદમાં આજે તેઓ રાજૌરીના કટરામાં માતા વૈષ્ણોદેવીના દરબારમાં પહોંચ્યા હતા અને તેઓ પૂજા અર્ચના કર્યા બાદ રાજ્યમાં વિકાસ કામોની નવી જાહેરાત કરશે.રાજૌરીમાં આજે શ્રી શાહની જાહેરસભા યોજાઈ છે. કાશ્મીરમાં કલમ 370ની નાબૂદી બાદ પ્રથમ વખત રાજ્યનો પ્રવાસ કરી રહેલા શ્રી શાહ અહીં 100 બેડની નવી હોસ્પિટલના નિર્માણની જાહેરાત કરશે.
ઉપરાંત કાશ્મીરના અનેક વિસ્તારોમાં પાણી પુરવઠા યોજના અંગે પણ તેઓ સરકારની યોજનાઓનું લોકાર્પણ કરશે.શ્રી શાહની સાથે રાજ્યપાલ શ્રી મનોજ સિંહા અને કેન્દ્રીય મંત્રી શ્રી જીતેન્દ્રસિંહ પણ જોડાયા છે.ખાસ કરીને રાજૌરીમાં શ્રી અમિત શાહની રેલીને અત્યંત મહત્વ આપવામાં આવે છે અને તેઓ આવતીકાલે એક ઉચ્ચ કક્ષાની બેઠકમાં હાજરી આપસે.