– ગદ્દાર નેતાઓને ઘરભેગા કરવા જનતાને અપીલ : બહેરામ પાડાના મદરેસા પર રેડ પાડવા કેન્દ્રને અનુરોધ
મુંબઈ : આગામી મહાપાલિકાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને મહારાષ્ટ્ર નવ નિર્માણ સેનાના (મનસે) પ્રમુખ રાજ ઠાકરેએ જોરદાર રણશિંગુ ફૂક્યું છે. નસેના ગુડી પાડવા મેળાવડામાં રાજ ઠાકરેએ પોતાના પિત્તરાઈની પાર્ટી શિવસેના સામે પૂરી તાકાતથી પ્રહાર કર્યા હતા અને સાથો સાથ એન.સી.પી.ના વડા શરદ પવારની આકરી ટીકા કરી હતી અને ભારતીય જનતા પાર્ટી સાથે ગદ્દારી કરીને હિંદુત્વ વિરુદ્ધ પક્ષો સાથે હાળ મેળવીને મહારાષ્ટ્રમાં સત્તા મેળવનારા ઉદ્ધવ ઠાકરેના માથે પસ્તાળ પાડયો હતો. આમ આડકતરી રીતે ભાજપને સમર્થનનો સંકેત આપ્યો છે.ઈ.ડી. તથા ઈન્કમટેક્સ વિભાગ રેડ પાડે છે.જો રીતે માતોશ્રીના પાડખામાં આવેલા બહેરામ પાડામાં મદરેસા ઉપર રેડ પાડવાની વડા પ્રધાનને પડકાર કર્યો હતા.ત્યાં આવેલા ઝૂંપડપટ્ટી તથા મદરેસામાં રેડ પાડવાથી ઘણી વાંધાજનકો સામગ્રી મળશે એવો રાજ ઠાકરેએ દાવો કર્યો હતો.
હું ધર્માદા નથી પણ ધર્માભિમાની છું.મુસલમાનોને તથા સરકારને રાજ ઠાકરેએ ચેતવણી આપી કે મસ્જિદો પર મૂકાયેલા લાઉડ સ્પીકરો ઉતારી લેવા જરૂરી છે.જો સરકાર અસમર્થ રહેશે તો આગામી થોડાક દિવસોમાં મનસે બમણાં મોટા સ્પીકર લગાડીને હનુમાન ચાલીસાનું પઠનથી વિસ્તારને ગજવશે.આજે શિવાજી પાર્ક ખાતે મનસેના રાજ ઠાકરે યોજેલા મેળાવડામાં રાજ્યભરથી મનસેના કાર્યકર્તાઓ હજારોની સંખ્યામાં ઊમટી પડયા હતા.
હિંદુ તરીકે આપણે ક્યારે એક થઈશું.એવા પ્રશ્ન કરીને રાજ ઠાકરેએ જણાવ્યું હતું કે પાકિસ્તાન,બંગલાદેશથી આવેલા લોકોને આધારકાર્ડ,રેશન કાર્ડ મળે છે.માતોશ્રીના પડખે આવેલા બહેરામ પાડામાં મુસ્લિમોએ ચાર-ચાર માળાના ઘરો ઊભા કર્યા છે.સત્તા હોવા છતાં કશુ કરી શક્યા નથી.બહેરામ પાડાની ઝૂંપડપટ્ટી વધી રહી છે.તેની પરિસ્થિતિ મુંબ્રા જેવી બની ગઈ છે.
ઉદ્ધવ ઠાકરેએ પોતાનું નાક કાપ્યું.બાળ ઠાકરેના સ્માર માટે તેમને મુંબઈમાં એક યોગ્ય મોટો પ્લોટ મળ્યો નહીં અને મેયર બંગલા પર ડોળો નાંખ્યા.ત્યાં સામારકામના આડમાં મેયર બંગલો પચાવી પાડવનો ઘાટ છે,એમ તેમણે જણાવ્યું હતું.
૨૫ વર્ષથી મુંબઈ મહાનગર પાલિકામાં સત્તા જમાવી બેઠા છે.પરંતુ મુંબઈનો શું વિકાસ કર્યો માત્ર ભ્રષ્ટાચાર કર્યો છે.જો તમને અઢી વર્ષ મુખ્યપ્રધાન પદ જોઈતુ હોય તો કેન્દ્રીય એજન્સીની રેડનો સામનો કરવો પડશે એવું મહેણુ રાજ ઠાકરેએ પિતરાઈ ભાઈ ઉદ્ધવ ઠાકરેને માર્યું.
ઈડીની કાર્યવાહી થવા લાગી ત્યારે મુખ્યમંત્રી કહે છે કે પરિવાર આવવું હોય તો પહેલા મારી ધરપકડ કરો.પરંતુ તેમણે પોતાના પરિવારને કહો કે મુંબઈ મહાનગર પાલિકામાં જવાનું બંધ કરે.પાલિકાનો આર્થિક વ્યવહાર જો તમારે જોવો હોય તો ઈડીની નોટિસ આવે.એમ રાજ ઠાકરે જણાવ્યું હતું.છેલ્લા રાજ ઠાકરેએ જણાવ્યું હતું કે ગદ્દાર હોય એવા પક્ષને રાજ્યની જનતાએ તેમને ઘર ભેગા કરવા જોઈએ.