સીએમ યોગી વિરુદ્ધ ચૂંટણી લડવાની જાહેરાત કરનારા ચર્ચિત રિટાયર આઈપીએસ અમિતાભ ઠાકુરને પોલીસે હાઉસ અરેસ્ટ કરી લીધા છે.આ અંગેની જાણકારી ખુદ તેમણે ટ્વિટ કરીને આપી છે.તો વળી પોલીસનુ કહેવુ છે કે, તેમને ફક્ત ગોરખપુર જતા રોકવામાં આવ્યા છે.
અમિતાભ ઠાકુરે શનિવારે સવારે એક ટ્વિટ કરીને આ પ્રકારની જાણકારી આપી હતી કે, ગોરખપુર જતા રોકવામાં આવ્યા. પોલીસ પકડમાં રાખવામાં આવ્યા છે.તેમની પોલીસ સાથે વાતચીત ચાલી રહી છે.પોલીસનું કહેવુ છે કે, તેમના પર રેપ આરોપીને સાથ આપવાનો આરોપ છે.આરોપની તપાસ ચાલી રહી છે.કમિટિએ ગંભીરતાથી તપાસ કરવા માટે તેમની ધરપકડ કરી છે.કમિટિ સામે તેમને રજૂ કરવામાં આવશે.આ અગાઉ તેમને લખનઉ જતા રોકવામાં આવ્યા હતા.ખાસ કરીને આ રિઝનમાં જે આરોપી,પીડિતા અને ઘટનાસ્થળ સાથે જોડાયેલા હોય.
આપને જણાવી દઈએ કે, અમિતાભએ એક અઠવાડિયા પહેલા સીએમ યોગી વિરુદ્ધ યુપી વિધાનસભા 2022 ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી.તો વળી સીએમ યોગી આદિત્યનાથ વિરુદ્ધ ચૂંટણી જનસંપર્ક કરવા માટે ગોરખપુર જઈ રહ્યા હતા.ત્યારે આ જ સમયે તેમને ગોમતીનગર પહોંચતા રોકી લેવામાં આવ્યા હતા.અમિતાભ ઠાકુર 1992 બેંચના આઈપીએસ અધિકારી છે.