– રશિયન ટ્રેન જમીનથી હવામાં વિનાશ વેરવા સક્ષમ ચેચેન અને જ્યોર્જિયાના યુદ્ધમાં સોવિયેત સમયની હથિયારોથી સજ્જ ચાર ટ્રેનનો ઉપયોગ કરાયો હતો
મોસ્કો : યુક્રેનના યુદ્ધમાં અનેક હિથયારો ગુમાવી ચુકેલા રશિયાએ હવે હિથયારોથી ભરેલી એક આખી ટ્રેન કીવ તરફ રવાના કરી છે.મીડિયા અહેવાલો મુજબ ઘાતક હિથયારોથી સજ્જ આ ટ્રેન યુક્રેનના યુદ્ધમાં સક્રિયરૂપે ભાગ લઈ રહી છે.સોશિયલ મીડિયા પર વાઈરલ વીડિયો મુજબ આ ટ્રેન રશિયાના નિયંત્રણ હેઠળના ક્રીમિયાના એક યાર્ડથી રવાના થઈને યુક્રેનના મેલિતોપોલ શહેર પહોંચી છે.
સોશિયલ મીડિયા પર વાઈરલ વીડિયો ક્યારે શૂટ કરાયો છે તે જાણી શકાયું નથી.પરંતુ તેના પર ‘ઝેડ’નું નિશાન છે,જે તેના યુક્રેનના યુદ્ધમાં ભાગ લઈ રહેલા પ્રત્યેક હિથયાર પર બનેલું છે.આ ટ્રેનમાં બે ડીઝલ એન્જિન લાગેલા છે અને તેમાં અલગ અલગ પ્રકારની 8 બોગીઓ છે.ટ્રેનની પાછળ એક ઝેડયુ-23 ડબલ બેરલ ઓટોમેટિક તોપ લાગેલીછે.
આ તોપ મારફત હવામાં ઓછી ઊંચાઈ પર ઊડતા એરક્રાફ્ટ અને જમીન પરના ટાર્ગેટ પર હુમલા કરી શકાય છે.આ ટ્રેનમાં કયા કયા હિથયારો છે તે પણ જાણી શકાયું નથી.રશિયા પાસે આવી કેટલી ટ્રેન છે તે પણ જાણી શકાયું નથી.રશિયાએ સૌથી પહેલા સોવિયેત સમયમાં સૈન્યમાં આવી ટ્રેનોનો સમાવેશ કર્યો હતો.
એક અહેવાલ મુજબ રશિયાએ ચેચેન અને જ્યોર્જિયાના યુદ્ધમાં આવી ચાર ટ્રેનોનો ઉપયોગ કર્યો હતો.સૂત્રો મુજબ અંદાજે 15 વર્ષ પછી રશિયન સૈન્યની હિથયારબંધ ટ્રેનોએ દેશના કોઈ ભાગમાં ચાલી રહેલા અભ્યાસમાં ભાગ લીધો હતો.જોકે,રશિયન સૈન્યે આ યુદ્ધમાં પરિવહનમાં ભારે સમસ્યાઓનો સામનો કરવો પડયો છે.


