– યુક્રેનના વિદેશ મંત્રીનો રશિયા પર યુદ્ધ વિરામ ભંગનો આક્ષેપ : વિદેશી નાગરિકોને સહી-સલામત જવા દેવા ફાયરિંગ બંધ કરવા કહ્યું
કીવ : યુક્રેન ઉપર રશિયા સતત હુમલા કરી રહ્યું છે તેવે વખતે રશિયા ઉપર વધુ પ્રતિબંધો મુકવાની યુક્રેનના વિદેશ મંત્રી દોમિત્રી કુલેબાએ સૌને અપીલ કરી છે.આ સાથે ભારતને કહ્યું છે કે તમારે રશિયા સાથે સારી મૈત્રી છે.તેને યુદ્ધ રોકવા માટે કહો.
એક ટેલીવિઝન મુલાકાત દરમિયાન કુલેબાયે રશિયા ઉપર યુદ્ધ વિરામ સંધિનો ભંગ કરવાનો આક્ષેપ મુક્યો હતો.સાથે યુદ્ધગ્રસ્ત વિસ્તારોમાંથી વિદેશી વિદ્યાર્થીઓને અને નાગરિકોને સુરક્ષિત રીતે બહાર જવા દેવા ફાયરિંગ બંધ કરવા અનુરોધ કર્યો હતો.તેઓએ કહ્યું 30 વર્ષથી યુક્રેન આફ્રિકા અને એશિયાના હજ્જારો વિદ્યાર્થીઓ માટે એક સ્વાગત યોગ્ય સ્થાન હતું.યુક્રેનની સરકારને દેશોનો પણ સંપર્ક કરી રહી છે.
વિદેશીઓ માટે ટ્રેનોની વ્યવસ્થા કરી છે.’હોટલાઈન’ પણ સ્થાપિત કરી છે… હું ભારત ચીન અને નાઈજિરિયાની સરકારોને વિનંતી કરૂં છું કે,રશિયાને ફાયરિંગ રોકવા તથા અન્ય દેશોના નાગરિકોને સુરક્ષિત જવા દેવાની સગવડ કરી આપે.વાસ્તવમાં યુદ્ધ સૌનાં હિતોને નુકસાન કરે છે.તેનો અંત લાવવો સર્વોત્તમ ઉપાય છે.
ભારત યુક્રેનનાં કૃષિ ઉત્પાદનોના ખરીદનાર દેશો પૈકીનો એક દેશ છે.જો યુદ્ધ ચાલુ જ રહેશે તો,અમારે માટે અન્ન ઉત્પાદન કરવું મુશ્કેલ બનશે.આથી વૈશ્વિક અને ભારતીય ખાદ્ય સુરક્ષા સંદર્ભમાં પણ આ યુદ્ધ રોકવું સૌનાં હિતમાં છે.દરમિયાન યુક્રેન પર હુમલા રોકવા માટે ઈઝરાયલી વડાપ્રધાન બેનેટ પ્રમુખ પુતિનને મળ્યા છે.


