રાજકોટ, 16 જુલાઇ : રાજકોટ શહેરમાં છેલ્લા ચાર વર્ષથી યશસ્વી અને પ્રસંસનીય કામગીરી કરનાર ક્રાઇમ બ્રાન્ચ પીઆઇ હિતેશદાન ગઢવીની ગાંધીનગર આઈબી ખાતે બદલીનો હુકમ ગૃહ વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે શહેરના ભૂમાફિયાઓ, સ્ટોન કિલર અને ડી ગેંગને ઝડપી લઇ યશસ્વી કામગીરી કરનાર પીઆઇ ગઢવીને રાજકોટ ક્યારેય નહિ ભૂલી શકે.
રાજકોટ શહેરમા 2016માં સપ્ટેમ્બર મહિનામાં ક્રાઇમ બ્રાન્ચ પીઆઇ હિતેશદાન ગઢવીની અંતે રાજકોટથી ગાંધીનગર આઈબી ખાતે બદલીનો હુકમ ગૃહ વિભાગ દ્વારાકરવામાં આવ્યો છે રાજકોટ શહેરમાં ક્રાઇમ બ્રાન્ચ પીઆઇ તરીકે ચાર્જ સંભાળ્યા બાદ ભૂમાફિયાઓ જેવા કે બલી ડાંગર,જયપાલસિંહ જાડેજા વગેરેને ભોંભીતર કરી દીધા હતા ત્યાર બાદ અન્ય પ્રસંસનીય કામગીરીની વાત કરવામાં આવે તો મુંબઈથી જામનગરના વેપારીની હત્યા કરવા આવતા ડી ગેંગનો પણ પર્દાફાશ કરી નાખ્યો હતો આ ઉપરાંત શહેરમાં તરખાટ મચાવનાર સ્ટોન કિલરને પણ દબોચી લીધો હતો આવી અનેક કામગીરી કરી ન્યાય અપાવનાર આવા બાહોશ અધિકારી એચ એમ ગઢવીને રાજકોટના લોકો કયારેય નહીં ભૂલી શકે. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ પીઆઇ પદેથી એચ એમ ગઢવીની ગાંધીનગર ખાતે બદલી થયા બાદ તેમના સ્થાને ભક્તિનગર પીઆઇ વી કે ગઢવીની નિમણૂક કરવામાં આવી છે


