શિવસેનાએ કોરોના અને આત્મનિર્ભર ભારતને લઈને મોદી સરકાર પર નિશાન સાધ્યું છે.મુખ્યપત્ર સામના દ્વારા નિશાન સાધતા શિવસેનાએ લખ્યું.રશિયા કોરોનાની વેક્સિન બનાવીને બજારમાં લાવ્યું. WHOએ પણ તેના વિશે પુછ્યું નહી.આત્મનિર્ભરતાનું આ પહેલો કિસ્સો રૂસે રજૂ કર્યો.આપણે આત્મનિર્ભરતાનું પ્રવચન આપતા રહ્યાં છીએ.
આજે દિલ્હી ડરેલી : સંજય રાઉત
શિવસેનાએ લખ્યું કે, શું મહંત નૃત્ય ગોપાલદાસ સંક્રમિત થવાની જાણકારી મળ્યા બાદ વડાપ્રધાન મોદી પણ ક્વોરન્ટિન થશે? આ સવાલ ઊભો થાય છે.આજે દિલ્હી થોડી વધારે જ ડરેલી છે.વડાપ્રધાન મોદી અને અમિત શાહનો ડર તો હતો જ પરંતુ કોરોનાનો ડર તેનાથી વધારે છે.
આપણે આત્મનિર્ભરતાનું પ્રવચન આપતા રહીએ છીએ
તેમણે લખ્યું કે, જે આયુષ્ય મંત્રાલયે પોતાને દવાઓને ઉપયોગી હોવાનો દાવો કરી રહ્યું હતું તે જ પોતાના મંત્રીને કોરોના પોઝિટિવ થવાથી બચાવી શક્યું નહી. આત્મ નિર્ભરતાનું પહેલું ઉદાહરણે રૂસે આપ્યું.આપણે આત્મનિર્ભરતાનું પ્રવચન આપતા રહીએ છીએ.

