મુંબઈ : રાજ્યમાં હવે રેશનની દુકાનોમાં ફળો અને શાકભાજી મળશે.રાજ્ય સરકારના અન્ન,નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા વિભાગે તાજેતરમાં આ સંદર્ભે નિર્ણય જાહેર કર્યો છે.તેથી ખેડૂતો માટે નવું બજાર ખુલશે.પુણે અને થાણેની બે કંપનીઓને છ મહિના સુધી પ્રાયોગિક ધોરણે આ મંજુરી આપવામાં આવી છે.આ પ્રયોગ સફળ રહેશે તો સમગ્ર રાજ્યમાં તેનો વિસ્તાર કરાશે.વાજબી ભાવની દુકાનદારોની આવક વધારવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા વિવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.આ માટે સરકારના વિવિધ નિર્ણયો દ્વારા વિવિધ ઉત્પાદનો અને સામાનને વ્યાજબી ભાવની દુકાનોમાં વેચવાની મંજૂરી આપવામાં આવી છે.આનાથી વાજબી કિંમતના દુકાનદારો આથક રીતે સક્ષમ બનશે અને તેમના રોજિંદા કામકાજમાં સ્થિરતા લાવી શકાશે.
અગાઉ,રાજ્ય સરકારે રાશનની દુકાનો દ્વારા વિવિધ પ્રકારના માલસામાન,ઉત્પાદનો અને કૃષિ ચીજવસ્તુઓનું વેચાણ કરવાની મંજૂરી આપી હતી.આ સંદર્ભમાં,હવે નોંધાયેલ ખેડૂત ઉત્પાદક સંગઠન(પીઆરઓ) ને પ્રાયોગિક ધોરણે ખેડૂતો દ્વારા ઉત્પાદિત શાકભાજી અને ફળોને રેશન વિતરણ અને વાજબી ભાવની દુકાનો દ્વારા જાહેર વિતરણ વ્યવસ્થા દ્વારા વેચવાની પરવાનગી આપવામાં આવી છે.તેથી રેશન સેન્ટરમાંથી શાકભાજી અને ફળો મેળવવાનો માર્ગ ટૂંક સમયમાં ખુલ્લો કરવામાં આવશે,એવૂ જાણવા મળે છે.