– સરકારે લગ્ન સમારોહ પર પ્રતિબંધ મૂકયો હોવાથી મ્યુ. કોર્પોરેશન લગ્ન નોંધ નહીં કરે
સમગ્ર ભારતમાં ૩ મે સુધી લોકડાઉન છે.૧૪૪ મી કલમ લાગુ છે.ત્યારે સરકારે લગ્ન સમારોહ ઉપર પ્રતિબંધ લાદયો છે.આથી લોક ડાઉનનાં સમય ગાળામાં થયેલ લગ્નને સરકારી રાહે માન્યતા નહી મળે તેમ મ્યુ.કોર્પોરેશનનાં આરોગ્ય વિભાગનાં સત્તાવાર સુત્રોએ જણાવ્યું હતું.આ અંગે લગ્ન નોંધ વિભાગનાં સુત્રોનાં જણાવ્યા મુજબ ર૦ માર્ચથી ૩ મે સુધી દેશભરમાં લોકડાઉન અને ૧૪૪ મી કલમ લાગુ છે.સરકારે લગ્ન સમારોહ,ધાર્મિક પ્રસંગો, તહેવારો,કાર્યક્રમો યોજવા ઉપર પ્રતિબંધ મૂકયો છે.ત્યારે લોકડાઉનનાં ઉપરોકત સમય ગાળામાં જે કોઇએ લગ્ન કર્યા હશે.તે સરકારી રાહે અમાન્ય ગણાય. આથી મ્યુ.કોર્પોરેશન દ્વારા પણ આવા લગ્નની નોંધ નહી કરે અને તેનું પ્રમાણ પત્ર પણ ન આપી શકે તે સ્વાભાવિક છે.આમ લોકડાઉન દરમિયાન ઓનલાઇન અથવા છાન ખૂણે લગ્ન કરનાર દંપતીઓને સરકારી રાહે.લગ્નની માન્યતા પ્રાપ્ત કરવામાં જબરી મુશ્કેલી પડશ.નોંધનીય છે કે લગ્ન બાદની લગ્ન નોંધ અન પ્રમાણપત્ર,પાસપોર્ટ,આધાર કાર્ડ,રશનકાર્ડ વગેર જેવા મહત્વનાં સહકારી દસ્તાવજો માટ અત્યંત જરૂરી છે.લગ્ન નોંધ વગર ઉપરોકત દસ્તાવેજો કઢાવવાનુ અટકી પડે છે.


