– 72 વર્ષ જૂની શરાબના હોંગકોંગમાં લાખો રૂપિયા ઉપજ્યા
– વધુ જૂનો શરાબ વધુ સત્ત્વકારી ગણાય છે
નવી દિલ્હી તા.30 : પીનેવાલે કો પીને કા બહાના ચાહિયે… એવું એક ગીતમાં આવે છે. =કેટલાક શરાબ શૉખીનો એવા હોય છે કે વધુમાં વધુ મોંઘી શરાબ મળે તો એમનો અહં સંતોષાય.
તાજેતરમાં શરાબની એક બોટલ 69 લાખ રૂપિયામાં વેચાઇ હોવાના અહેવાલ મળ્યા હતા. આ ઘટના હોંગકોંગની છે. =હોંગકોંગમાં 72 વર્ષ જૂના મનાતા શરાબની એક બોટલના રૂપિયા 69 લાખ બોલાયા હતા અને એ પછી પણ ખરીદનારાએ પડાપડી કરી હોવાના અહેવાલ હતા.
1948માં બનેલી ગ્લેન ગ્રાન્ટ વ્હીસ્કીની આ બોટલનું બોટલર ગોર્ડન અને મેકફેલ દ્વારા જાહેર લીલામ યોજાયું હતું. યૂરોપ અમેરિકામાં વસતા શરાબ શૉખીનો માને છે કે શરાબ જેટલી જૂની તેટલી વધુ સારી. એટલે યૂરોપ અમેરિકામાં પણ પોણો સો સો વરસ જૂની શરાબની બોતલ સોનાના ભાવે વેચાતી હોય છે.ગ્લેન ગ્રાન્ટ સિંગલ મોલ્ટ વ્હીસ્કી સ્કોટલેન્ડની બનાવટ છે.આ બ્રાન્ડની 72 વર્ષ પહેલાં બનેલી શરાબની બોટલનું લીલામ થયું ત્યારે એક શૉખીને 54 હજાર હોંગોકોંગ ડૉલર્સ એટલે કે 39 લાખ રૂપિયા ચૂકવવાની બોલી કરી હતી.લીલામકારોએ કહ્યું કે અમને તો વધુમાં વધુ ત્રણથી ચાર લાખ ડૉલર્સ મળવાની અપેક્ષા હતી.
કોરોના મહામારી અને નબળા અર્થતંત્ર વચ્ચે પણ આવું બની શકે છે એ વિસ્મયકારી ઘટના છે.હોંગકોંગના શરાબ નિષ્ણાત ક્રિસ્ટોફર પોંગે કહ્યું કે અન્ય એન્ટીક વસ્તુઓની તુલનામાં જૂના શરાબની કિંમતમાં છેલ્લાં થોડાં વરસોમાં ઘણો વધારો નોંધાયો હતો.શુક્રવારે યોજાએલા લીલામમાં 35 વર્ષ જૂના શરાબની અન્ય એક બોટલ આશરે પોણાચાર લાખ રૂપિયા (48,000 ડૉલર્સ)માં વેચાઇ હતી.આ બોટલ કુટની સિરેમિક ડિંક્ટર દ્વારા વેચવામાં આવી હતી.ભારતમાં જો કે જૂની શરાબના શૉખીનો બહુ ઓછા છે એટલે આવા લીલામ પણ જવલ્લેજ યોજાય છે.વિદેશોમાં આવા લીલામ અવારનવાર યોજાતા હોય છે અને એમાં મોં માગી કિંમતે ખરીદનારાની પણ ભીડ હોય છે.