By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: વડાપ્રધાન તરીકનો કાર્યકાળમાં ઇમરાનને મળેલ ભેટોની વિગતો જાહેર કરવા કોર્ટનોે આદેશ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > વડાપ્રધાન તરીકનો કાર્યકાળમાં ઇમરાનને મળેલ ભેટોની વિગતો જાહેર કરવા કોર્ટનોે આદેશ
GeneralInternational

વડાપ્રધાન તરીકનો કાર્યકાળમાં ઇમરાનને મળેલ ભેટોની વિગતો જાહેર કરવા કોર્ટનોે આદેશ

HM News
Last updated: 21/04/2022 5:50 AM
HM News
3 years ago
Share
SHARE

(પીટીઆઇ) ઇસ્લામાબાદ, તા. ૨૦ : પાકિસ્તાનના ભૂતપૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનને વધુ એક આંચકો લાગ્યો છે.પાકિસ્તાની કોર્ટે વર્તમાન સરકારને ભૂતપૂર્વ વડાપ્રધાન ઇમરાનને ઓગસ્ટ, ૨૦૧૮ પછી વિદેશી હસ્તીઓ તરફથી મળેલ ભેટોની મહિતી જાહેર કરવાનો આદેશ આપ્યો છે.ઇસ્લામાબાદ હાઇકોર્ટના ન્યાયમૂર્તિ મિયાં ગુલ હસન ઔરંગઝેબે બે અરજીઓ પર સુનાવણી કરતી વખતે શેહબાઝ શરીફ નેતૃત્ત્વવાળી સરકારને આ આદેશ આપ્યો હતો.એક અરજીમાં એક નાગરિકે પાકિસ્તાન ઇન્ફરમેશન કમિશન (પીઆઇસી)ના આદેશને અમલમાં મૂકવાની અપીલ કરી છે.જ્યારે બીજી અરજીમાં કેબિનેટના આ આદેશને પડકારવામાં આવ્યો છે.એક નાગરિકે ભેટોની વિગતો જાણવા માટે પાકિસ્તાન ઇન્ફરમેશન કમિશનનો સંપર્ક સાધ્યો હતો.જેના પગલે કમિશને કેબિનેટ ડિવિઝનને નિર્દેશ આપ્યા હતાં કે તે વિદેશી રાષ્ટ્ર પ્રમુખો, શાસન અધ્યક્ષો અને અન્ય ગણમાન્ય વ્યકિતઓ દ્વારા ઇમરાન ખાનને આપવામાં આવેલી ભેટો અંગેની માહિતી રજૂ કરવામાં આવે.

કેબિનેટ ડિવિઝનને કામકાજના ૧૦ દિવસ દરમિયાન માહિતી એકત્ર કરી સત્તાવાર વેબસાઇટ પર અપલોડ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.જો કે તત્કાલીન પાકિસ્તાન તેહરીકે ઇન્સાફ સરકારે જણાવ્યું હતું કે આ પ્રકારની માહિતી જાહેર કરવાથી કેટલાક દેશો સાથેના સંબધો પર અસર પડી શકે છે.ત્યારબાદ કેબિનેટ ડિવિઝનને કમિશનના આદેશને કોર્ટંમાં પડકાર્યો હતો.જો કે ઇસ્લામાબાદ હાઇકોર્ટે પાકિસ્તાન ઇન્ફરમેશન કમિશનના આદેશને યોગ્ય ઠરવતા જણાવ્યું હતું કે ઇમરાન ખાનને મળેલ ભેટો વડાપ્રધાન કાર્યાલયની હતી તેમની અંગત ન હતી કે તે ઘરે લઇ જાય.

વિશ્વાસ રાખો, દેશમાં વિકાસ પરત આવશે : મોદી
પોલીસને ચકમો આપી હવે ગુજરાતના 10 હજાર ખેડૂતો દિલ્હી ખેડૂત આંદોલન તરફ કૂચ કરશે
અગ્નિપથઃ ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ ‘અગ્નિવીરો’ માટે કરી મહત્વની જાહેરાત
સુરતમાં ફરી એક વાર પાણી કાપ મુકવામાં આવ્યો, જાણો ક્યાં 4 ઝોનમાં પાણીનો કાપ રહેશે
કોરોનાના નવા સ્ટ્રેઇન વચ્ચે પણ મુંબઇના દાદરમાં ભીડ ઉમટી
Share This Article
Facebook Email Print
Previous Article ઈદ બાદ પાકિસ્તાન પરત ફરશે નવાઝ શરીફ, કાનૂની કાર્યવાહીનો સામનો કરવો પડશે
Next Article પાકિસ્તાનની ૩૪ ટકા વસ્તીની દૈનિક આવક ફક્ત ૫૮૮ રૃપિયા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up