કોરોના કાળમાં માંડ માંડ શિક્ષણ તંત્ર થાળે પડી રહ્યું છે.ધોરણ 10 અને 10ના ક્લાસિસ શરૂ કરી દેવામાં આવ્યા છે.ત્યારે હવે શિક્ષણમંત્રીએ શિક્ષકોની ભરતીને લઈને મોટી જાહેરાત કરી છે.ગ્રાન્ટેડ શાળાઓમાં ભરતીના વિષય પર તેમણે કહ્યું કે, શિક્ષણ વિભાગમાં મોટી સંખ્યામાં ભરતી કરવાની છે.માધ્યમિક વિભાગમાં શિક્ષક સહાયક 2307ની ભરતી કરાશે. તો કોલેજમાં અધ્યાપક સહાયક 927 કુલ મળીને 6 616 ની ભરતી કરવામાં આવશે.
કુલ 6616 શિક્ષકોની ભરતી કરાશે
શિક્ષણ વિભાગમાં ભરતી અંગે તેમણે જણાવ્યું કે, ગ્રાન્ટેડ શાળાઓમાં શિક્ષકોની ભરતી કરાશે.અધ્યાપકોની 927, માધ્યમિક 2707, ઉચ્ચતર માધ્યમિકની 3382 એમ કુલ મળીને 6616 શિક્ષકોની ભરતી કરાશે. તો કોલેજોમાં 927 અધ્યાપક સહાયકોની ભરતી થશે. તો માધ્યમિક વિભાગમાં 2307 શિક્ષક સહાયકની ભરતી કરાશે.ગુજરાતીમાં 234 શિક્ષક સહાયકોની ભરતી થશે. સામાજિક વિજ્ઞાનમાં 289 શિક્ષક સહાયકોની ભરતી કરાશે.અંગ્રેજીમાં 624 શિક્ષક સહાયકોની ભરતી કરાશે.ગણિત-વિજ્ઞાનમાં 1039 શિક્ષક સહાયકોની ભરતી કરાશે.એકાઉન્ટ અને કોમર્સમાં 446 શિક્ષક સહાયકોની ભરતી કરાશે.
જલ્દી જ બીજા વર્ગો પણ શરૂ કરાશે
તેમણે વધુમાં કહ્યું કે,કોલેજ અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિકમાં 6616 ની ભરતી પ્રક્રિયા કરવામાં આવશે.મુખ્યમંત્રી અને નાણામંત્રીનો આભાર માનું છું કે આ ભરતી પ્રક્રિયા માટે મંજૂરી આપી છે.ગુણવત્તાને ધ્યાનમાં રાખીને ખાલી જગ્યાઓ ભરવામાં આવશે. આગામી દિવસોની અંદર આ પ્રક્રિયા કરવામાં આવશે.ધોરણ 10 અને 12 શાળાઓ શરૂ કર્યા બાદ હવે બીજા તબક્કામાં અન્ય ધોરણો શરૂ કરવામાં આવશે.હાલ ધોરણ 10 12 ની શાળાઓ ચાલુ કરી એમાં હાજરીનું પ્રમાણ સારું છે. દિવાળી બાદ સ્કૂલો ચાલુ થતી હોય છે,ત્યારે પહેલા કે બીજા દિવસે જે પ્રકારે હાજરી હોય છે તેના કરતાં સારા પ્રમાણમાં હાજરી કોરોનાકાળ બાદ જોવા મળી. પહેલા દિવસે ૩૫ ટકાથી બીજા દિવસે 38 ટકા થઈ છે. 18મી તારીખથી પૂરતી સંખ્યા વિદ્યાર્થીઓની આવશે તેવો મને વિશ્વાસ છે.બોર્ડની પરીક્ષાની તારીખો હવે પછી શરૂ કરવામાં આવશે અને ફોર્મ ભરવાની પ્રક્રિયાને ત્યારે સત્તાવાર જાહેરાત કરવામાં આવશે.
ભરતી પ્રક્રિયા એક અઠવાડિયામાં જાહેરાત આપીને શરૂ કરવામાં આવશે.
શિક્ષણ મંત્રીની જાહેરાત પર કોંગ્રેસનો વાર
તો શિક્ષણમંત્રીની આ જાહેરાત પર ગુજરાત કોંગ્રેસ તરફથી આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા.પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ આ વિશે કહ્યું કે,આ ફક્ત જાહેરાતોવાળી સરકાર છે.ચૂંટણીઓ આવે એટલે આવી જાહેરાત કર્યા કરે છે.આજેપણ ગુજરાતનો યુવાન સરકારી પરીક્ષાની રાહ જોઈ રહ્યો છે.સરકારી ભરતી પ્રક્રિયાનો કોઈ રોડ મેપ નથી.આ જાહેરાત ગુજરાતના યુવાનોની મજાક સમાન છે.


