– 19 એપ્રીલથી ચાલુ થયેલ શૈક્ષણિક સત્રમા 1000થી વધારે બાળકોનુ ઓનલાઈન શિક્ષણ બંધ
સુરત : કોરોના કહેર વચ્ચે ઓફલાઈન શિક્ષણ બંધ છે.ત્યારે 19 એપ્રીલથી મેટાસ એડવેન્ટિસ્ટ સ્કૂલ દ્વારા 1000 થી વધારે બાળકોનું ઓનલાઈન શિક્ષણ બંધ કરી દવામાં આવ્યું છે.જિલ્લા શિક્ષણાધિકારી અને જિલ્લા મેજિસ્ટ્રેટ કલેકટરને ઓનલાઇન શિક્ષણ બંધ કર્યાની ફરિયાદ સાથે બાળકોના નામ જીઆર નંબર અને ધોરણની વિસ્તૃત માહિતી આપ્યા બાદ પણ બાળકોનું ઓનલાઈન શિક્ષણ ચાલુ નહીં થવાથી વાલીઓને કોરોના જેવી ભયંકર મહામારીમાં પણ બાળકોના ભવિષ્ય અને શિક્ષણ અધિકારી માટે જિલ્લા શિક્ષણાધિકારીની લાપરવાહીના હિસાબે વાલીઓએ ધરણા આંદોલન કરી રજૂઆત કરી હતી.
ખુશ્બુબેન પટેલે જણાવ્યું કે તેમના બાળકને ઓનલાઇન ભણવામાં નથી આવી રહ્યું.અમારી ડોનેશનની રકમ શાળામાં જમા હોવા છતાં પણ અમારી પાસેથી ફી માંગી રહ્યા છે.વાલીઓનું કહેવું છે કે, જે ફી છે તે અમે હપ્તા પ્રમાણે ભરી દેઈશું. પરંતુ એના માટે પણ સ્કૂલના સંચાલકોના પાડે છે.શાળાના આચાર્યને મળવા માટે વાલીઓ દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો પરંતુ તેમણે એક પણ વખત વાલીઓ સાથે મળતા નથી અને તેમનો ફોન પણ ઉપાડતા નથી.
પૂજા હજારીવાલા જણાવ્યું કે, શાળાના સંચાલકો અમને કોઈ પણ પ્રકારનો યોગ્ય જવાબ આપી રહ્યા નથી.છેલ્લા ઘણા સમયથી સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.પરંતુ તેના પ્રિન્સિપલ કે અન્ય કોઈ અડમીનમાંથી પણ અમને મળવા તૈયાર થતું નથી. વિદ્યાર્થીઓનો અભ્યાસક્રમ ચાલુ થઇ ગયો છે.પરંતુ જે વિદ્યાર્થીઓએ ફી નથી ભરી એવા એક હજાર કરતાં વધુ બાળકોને ઓનલાઈન અભ્યાસ કરાવવામાં આવતો નથી.બાળકોનો ઓનલાઇન અભ્યાસ શાળામાં શરૂ કરવામાં આવે તેવી માગણી સાથે રજૂઆત કરી.જે બાળકોને ઓનલાઇન ભણાવવામાં આવી રહ્યા છે.તેમને પણ નવી બૂક ખરીદવા માટે કરવામાં આવી રહ્યું છે જેને લઇને પણ વાલીઓએ પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો.


