– કોસમડી ગામના સહજાનંદ ફાર્મહાઉસમાં ડાયરા સાથે ડીજે-જમણવાર સહિતની પાર્ટીનું આયોજન હતું
દિવાળી બાદ કોરોનાના કેસમાં વધારો થતા રાત્રે 9થી સવારે 6 સુધી કર્ફ્યૂ છે.જોકે,હજુ પણ લોકો સાથે નેતાઓ કોરોના ગાઈડલાઈનનો ભંગ કરતા નજરે પડી રહ્યા છે.ત્યારે સુરતમાં કર્ફ્યૂ વચ્ચે પાસ નેતા અલ્પેશ કથીરિયાના જન્મદિનની ઉજવણીનો વીડિયો વાઈરલ થયો છે.જેમાં મોટી સંખ્યામાં હાજર રહેલા લોકોએ કોરોના ગાઈડલાઈન,સોશિયલ ડિસ્ટન્સનું ઉલ્લંઘન,માસ્ક પણ ન પહેર્યા હોવાનું નજરે પડે છે.
મોટા ભાગના લોકો માસ્ક વિના નજરે પડ્યા
સુરત જિલ્લાના કોસમડી ગામ ખાતે આવેલા સહજાનંદ ફાર્મમાં ગત રાત્રે કર્ફ્યૂ વચ્ચે પાસ નેતા અલ્પેશ કથીરિયાના જન્મ દિવસની પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. ફાર્મહાઉસમાં ડાયરા સાથે ડીજે- જમણવાર સહિતની પાર્ટી કરવામાં આવી હતી.જેમાં અલ્પેશ કથીરિયાને સમર્થકોએ ખભા પર બેસાડી લીધો હતો.આ સાથે સોશિયલ ડિસ્ટન્સનું ખુલ્લેઆમ ભંગ કર્યો હતો.આ સાથે હાજર રહેલા મોટા ભાગના લોકો માસ્ક વિના નજરે પડ્યા હતા.આ સમગ્ર કિસ્સાના વીડિયો સોશિયલ મીડિયામાં વીડિયો વાઈરલ થયા છે.