– એક પશુપાલક સૌથી નાના ઘેટાંને પોતાના ખભા ઉપર લઇ જઇ રહ્યો હતો,તેણે ઈશુ ખ્રિસ્તને જણાવ્યું કે ઘેટું સતત રસ્તો ભૂલી જાય છે
આજે ઈશુ ખ્રિસ્તનો જન્મદિવસ છે.આખી દુનિયામાં આ દિવસ ક્રિસમસ તરીકે ઊજવવામાં આવે છે.ઈશુ ખ્રિસ્ત પોતાના ઉપદેશોમાં સૌથી વધારે અન્યની ભલામણ કરવાની વાત કરતાં હતાં.અહીં જાણો ઈશુ ખ્રિસ્તના એવા બે પ્રસંગ,જેમાં જણાવવામાં આવ્યું છે કે, કેવા લોકોની સૌથી વધારે દેખરેખ કરવી જોઇએ.
પહેલી કથાઃ-
એક પશુપાલક પોતાના સૌથી નાના ઘેટાંને પોતાના ખભા ઉપર ઉપાડીને લઇ જઇ રહ્યો હતો.થોડીવાર પછી પશુપાલકે તેને ખભા પરથી ઉતાર્યું, તેને નવડાવ્યું, તેના વાળ સુકવ્યા,લીલું ઘાસ ખવડાવ્યું, ઈશુ ખ્રિસ્તે જોયું કે આ પશુપાલક ખૂબ જ ખુશ છે.તેઓ પશુપાલક પાસે ગયા અને તેમને પૂછ્યું,તમે આ ઘેટાંની દેખભાળ કરીને ખૂબ જ ખુશ દેખાવ છો આવું કેમ?
પશુપાલકે જણાવ્યું,આ ઘેટું સતત રસ્તો ભટકી જાય છે.એટલે હું હંમેશાં તેને મારી સાથે રાખું છું.તેનું ખૂબ જ ધ્યાન રાખું છું,જેથી તે મારાથી દૂર ન જાય અને રસ્તો ન ભટકે.
આ વાત સાંભળીને ઈશુ ખ્રિસ્તે પોતાના શિષ્યને કહ્યું, આમની વાતમાં એક મહત્ત્વપૂર્ણ સૂત્ર છુપાયેલું છે.એક વાત આપણે પણ હંમેશાં ધ્યાન રાખવી જોઇએ કે ભટકેલાં લોકો ઉપર વધારે ધ્યાન આપવું જોઇએ.આ ઘેટાં સાથે જેવો વ્યવહાર કરવામાં આવે છે,તેવો જ વ્યવહાર ભટકેલાં લોકો સાથે કરવો જોઇએ.આ વાતનું ધ્યાન રાખવાથી ખરાબ રસ્તે ચાલી રહેલાં લોકો સુધરી શકે છે.
બીજી કથાઃ-
એક દિવસ ઈશુ ખ્રિસ્ત ખરાબ લોકો સાથે બેસીને ભોજન કરી રહ્યા હતાં.થોડાં લોકોએ ઈશુ ખ્રિસ્તના શિષ્યોને કહ્યું તમારા ગુરુ કેવા છે? ખરાબ લોકો સાથે ભોજન કરી રહ્યા છે.
શિષ્યોએ ઈશુ ખ્રિસ્તને પૂછ્યું,તમે ખરાબ લોકો સાથે બેસીને ભોજન કેમ કરી રહ્યા છો.ઈશુ ખ્રિસ્તે જણાવ્યું, એક વાત જણાવો સ્વસ્થ અને બીમારમાંથી સૌથી વધારે વૈદ્યની જરૂરિયાત કોને હોય છે? બધા શિષ્યોએ જણાવ્યું, બીમાર વ્યક્તિને વૈદ્યની સૌથી વધારે જરૂરિયાત હોય છે.
ઈશુ ખ્રિસ્તે કહ્યું, હું પણ એક વૈદ્ય છું. =ખરાબ લોકો રોગી જેવા હોય છે. =તે લોકોની બીમારી દૂર કરવા માટે હું તેમની સાથે બેસીને ભોજન કરું છું, =તેમની સાથે રહું છું.જેનાથી તે લોકો પણ ખરાબ કામ છોડીને સારા રસ્તે ચાલી શકે.


