સુરત, તા. 28 જાન્યુઆરી : સુરત ડીસ્ટ્રીક બેન્કની ચૂંટણીમાં સવારના બે કલાકમાં જ મતદારોનો ભારે ઉત્સાહ જોવા મળતા 50 ટકાથી વધુ મતદાન થયું હોવાનું જાણવા મળ્યું છે.
સુરત ડીસ્ટ્રીક બેંક ની આજે 13 બેઠકોની ચૂંટણીમાં સવારે નવ વાગ્યાથી 13 મતદાન મથકો પરથી મતદાનની પ્રકિયા શરૂ કરાઇ હતી.મતદાન શરૂ થવાની સાથે જ મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળતા તમામ મતદાન મથકો પર ભારે લાઇન જોવા મળી હતી.ચૂંટણી અધિકારીના સૂત્રોના જણાવ્યા મુજબ સવારે નવ વાગ્યાથી 11 વાગ્યા સુધીના બે કલાકમાં 50 ટકાથી વધુ મતદાન થયું છે.સુરત ડીસ્ટ્રીક બેંકની ચૂંટણી કુલ 18 બેઠકો હતી.જેમાંથી પાંચ બેઠકો બિનહરીફ થતાં 13 બેઠકો પર ચૂંટણી યોજાઈ રહી છે.જેમાં 28 ઉમેદવારોનું ભાવિ નક્કી થશે.


