સુરત : સુરત ગ્રામ્યના ઓપરેશન ગ્રુપએ બાતમીના આધારે આજે બપોરે વલસાડ નજીક આવેલી ગુંદલાવ ચોકડી ખાતે દમણથી દારૂ ભરેલી બ્રેઝા કાર નંબર જીજે-05–9069 ને રોકી તપાસ હાથ ધરી હતી.જેમાં ઓપેરશન ગ્રૂપને દમણથી લાવવામાં આવેલો વિદેશી દારૂની વિસ્કીની 120 બોટલો જેની અંદાજિત કિંમત 82,800 થાય છે તેની સાથે બે શખ્સોની ધરપક્ડ કરી હતી.જેમાં કારમાં બેઠલા એક શખ્સની ઓળખ પ્રદ્યુમનસિંહ શિવાજી રાઠોડ તરીકે થઈ હતી જે સુરત શહેર ટ્રાફિક પોલીસમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતો હોવાનું જાણવા મળ્યું છે.જયારે ગાડીમાં બેઠેલા બીજા વ્યકિતની ઓળખ રાંદેર વિસ્તારમાં રહેતા હિમ્મત રાજારામ પરદેશી તરીકે થઈ હતી.ઉક્ત બંને વ્યક્તિઓ દમણથી દારૂ લઈ સુરત આવી રહ્યા હતા ત્યારે જ પોલીસે તેમને વલસાડ ગુંદલાવ ચોકડી પાસે પકડી પાડ્યા હતા.રેન્જ IG ઓપેરશન ગ્રૂપે આ કાર્યવાહી હાથ ધરતા પોલીસ બેડા અને સમગ્ર દક્ષિણ ગુજરાત પંથકમાં સનસની મચી જવા પામી છે.આ ઓપરેશનની કામગીરી પીએસઆઇ ગિરિરાજસિંહ જાડેજા ,હેડ કોન્સ્ટેબલ નવીન યાદવ અને કોન્સ્ટેબલ ઓમપ્રકાશ રાજપુત દ્વારા હાથ ધરવમાં આવી હતી.આ અંગે હિમ્મત પરદેશી અને ટ્રાફિક કોન્સ્ટબલને દારૂ લાવવા બાબતે પુછાતા તેમને આ દારૂ પીવા માટે લાવ્યા હોવાની કબૂલાત પોલીસ સમક્ષ કરી હતી.આ અંગે બંને વિરૃદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરાય રહી છે.બને શખ્સો લોકડાઉનના સમયમાં દમણથી દારૂ કોની પાસેથી લઈને આવ્યા તે બાબતે તેમજ ક્યાંથી ખરીદ્યો તે દિશામાં પણ વધુ તપાસ પોલીસ કરી રહી છે.