નવી દિલ્હી, તા. 20 : દેશમાં રામ મંદિર નિર્માણ શકય બનાવાયા બાદ હવે રાષ્ટ્રીય સ્વયં સંઘ તથા ભાજપનો લક્ષ્યાંક મથુરામાં ભગવાન શ્રીકૃષ્ણનું ભવ્ય મંદિર તથા કાશી વિશ્વનાથ મંદિરને પણ ભવ્ય બનાવાની હોવાનો સંકલ્પ આરએસએસે લીધો હોવાનો સંકેત મળી ગયો છે.આરએસએસના વડા મોહન ભાગવતે બહુ સ્પષ્ટ શબ્દમાં કહ્યું કે સંઘ જે કામ કરે છે તે બોલતો નથી પરંતુ કરી બતાવે છે મથુરામાં જલ્દી ભગવાન શ્રી કૃષ્ણનું એક ભવ્ય મંદિર બનશે અને તેને રામ જન્મભૂમિ જેટલો સમય નહીં લાગે આ ઉપરાંત વારાણસીમાં કાશી વિશ્વનાથ મંદિરની મુકિત માટે પણ સંઘ પ્રયત્ન કરશે એ ઉલ્લેખનીય છે
કે કાશી વિશ્વનાથ મંદિરની બાજુમાં જ્ઞાનવ્યાપી મસ્જિદ આવેલી છે અને તેનો વિવાદ રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ જેવો લાંબા સમયથી ચાલી રહ્યો છે.સંઘના વડાના આ શબ્દો દર્શાવે છે કે હવે બીજો એજન્ડા આ મંદિર આસપાસની જગ્યા મેળવીને ભવ્ય કાશી વિશ્વનાથ મંદિરની સ્થાપનાનો છે જયાં હાલ કોરીડોરની કામગીરી તો શરૂ થઇ ગઇ છે.મથુરામાં ભગવાન શ્રી કૃષ્ણનું મંદિરની નજીક જ ભૂમિનો વિવાદ છે અને ગત વર્ષે ર3 સપ્ટેમ્બરે અદાલતમાં અરજી દાખલ થઇ છે અને શાહી ઇદગાહ મસ્જિદની જમીન પર હકક દર્શાવાયો છે તથા ટુંક સમયમાં આ વિવાદ પણ અદાલતની એરણે આવશે.સુત્રોના જણાવ્યા પ્રમાણે આગામી વર્ષે આવી રહેલી ઉત્તરપ્રદેશની ચૂંટણી પૂર્વે ભાજપ કૃષ્ણ જન્મભૂમિ અને કાશી વિશ્વનાથ મંદિરના એજન્ડા હાથ પર લઇ શકે છે.

